ભારતમાં લાખો-કરોડો લોકો એવા છે કે જેઓ રોજ ભીખ માંગીને પોતાનું પેટ ભરતા હોય છે. ઘણી વાર એક ભિખારી પણ સેવાનું કામ કરે છે. અમુક વખત પોતે આખો દિવસ ભૂખ્યો રહે છે અને તેને મળેલી ભીખ કોઈ બીજાને આપી સેવાનું કાર્ય કરતો હોય છે. હાલ પંજાબના પઠાણકોટમાં એક એવો ભીખારી છે જે કોરોના યોદ્ધા બનીને સામે આવ્યો છે. ભીખ માગીને ગુજરાન ચલાવનારા દિવ્યાંગ રાજુએ એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેને હંમેશા લોકો યાદ કરતા રહેશે. અત્યાર સુધી રાજુએ 100 ગરીબ પરિવારોને એક મહિનાનું રાશન વેચ્યા છે. અને સાથે-સાથે કોરોનાથી બચવા લોકોને 3000 માસ્ક વહેંચ્યા છે.
રાજુ ટ્રાઈસાયકલ ચલાવે છે અને આખો દિવસ ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેને જે પૈસા ભીખમાં મળે છે તે જ પૈસાથી તે લોકોની મદદ કરે છે. અત્યાર સુધી રાજુ પોતાના ભીખના પૈસાથી ઘણી ગરીબ છોકરીઓના લગ્ન પણ કરાવી ચૂક્યો છે. રાજુ જણાવતા કહે છે કે “આખો દિવસમાં તેને જે પણ પૈસા મળે છે, તેમાંથી જરૂર મુજબ ખર્ચ કરે છે અને બાકીના પૈસાની બચત કરે છે. બાદમાં આ પૈસાથી તે જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે.”
પઠાણકોટના ઢાંગુ રોડ પર એક ગલી તરફ જતો એક લાકડાનો પૂલ તૂટી ગયો હતો. જેના કારણે લોકોને પરેશાની થઈ રહી હતી. લોકો પ્રશાસનને તેની ઘણીવાર ફરિયાદ કરી ચૂક્યા હતા, પરંતુ રાજુએ પોતાના ભીખના પૈસાથી આ પૂલને ઠીક કરાવી દીધો. અને સમગ્ર પંજાબમાં આ ઘટના એક ચર્ચાનો વિષય બની હતી.
રાજુને એ વાતનું દુઃખ છે કે સ્વજનોએ તેને પોતાનાથી અલગ કરી દીધો. આ કારણે તે લોકોની સેવા કરી સારું કામ કરવા માંગે છે, જેથી મૃત્યુ બાદ તેની અર્થીને કાંધ આપવા માટે તેને લોકો મળી જાય. નહીંતર ભીખારી જમીન પર જ જીવે છે અને જમીન પર જ મરી જાય છે. તેમની લાશને કોઈ કાંધ આપનારું પણ મળતું નથી.
સાથે-સાથે રાજુ ગરીબ બાળકોની સ્કૂલ ફી પણ ભરે છે અને અત્યાર સુધી ઘણી ગરીબ છોકરીઓના લગ્ન કરાવી ચૂક્યો છે. તે ગરમીમાં લોકો માટે પાણીની વ્યવસ્થા કરે છે. કોરોના વાયરસના કારણે એકબીજુ સરકારની મદદ તમામ લોકો સુધી પહોંચી નથી રહી, એવામાં રાજુ જે કામ કરી રહ્યો છે તે ખૂબ જ પ્રશંસનીય છે. અને હવે આ રાજુને સમગ્ર ભારત યાદ કરશે અને તેમના આ નેક કામની પ્રેરણા લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news