વરસાદ ની સિઝન માં વાળ ને ખરતાં રોકવા માટે બેસ્ટ ઘરેલું ઉપાય,વાળ ની બધી જ સમસ્યાઓ કરશે દુર

ચોમાસાની સીઝન માં વાળ ને સંબધિત ઘણી સમસ્યાઓ ખૂબ જ વધી જાય છે.જેમ કે વાળ તૂટવા,પુષ્કળ વાળ ખરવા અને બેજાન વાળ.આ સિઝનમાં વાળ ની યોગ્ય સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. જો એક જ દિવસમાં તમારા 50 થી 100 વાળ ખરતાં હોય તો ગભરાવાની કે ચિંતા કરવાના બદલે એ ધ્યાન આપો કે તમારા વાળ કેટલી ઝડપથી વધે છે.

જો તમારા વાળ એક મહિનામાં દોઢ ઇંચ જેટલા ન વધતા હોય તો તમારા વાળ ને યોગ્ય માવજત ની જરૂર છે. વાળના છેડા ફાટી ન જાય તેનું ધ્યાન રાખો કેમ કે તેના લીધે વાળ સારી રીતે વધતા નથી.વાળ ધોવા માટે વધારે પડતા ગરમ પાણીનો ઉપયોગ ન કરો.ચોમાસામાં ભેજ ના કારણે વાળ કોરા થવામાં વધારે સમય લાગે છે તેથી બહાર જવાના થોડા સમય પહેલા જ વાળ ધોઈ લો.

વાળ ને સારા રાખવામાં શેમ્પૂ અને કન્ડિશનર મહત્વના છે.બજારમાં મળતા અનેક શેમ્પૂ અને કન્ડિશનર માંથી તમારા વાળના પ્રકાર ને અનુરૂપ શેમ્પૂ અને કન્ડિશનર પસંદ કરો. યોગ્ય પસંદગી કરવા માટે તમે નિષ્ણાંતોની મદદ લઈ શકો છો. શેમ્પુ થી વાળ ધોતી વખતે વાળને સારી રીતે ભીના કરો.કન્ડિશનર ને માથાની ત્વચા પર ન લગાવવું.શેમ્પૂ અને કન્ડિશનર ધોતી વખતે વાળને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોવા જરૂરી છે.

ઘણી વખત વાળ વધુ વખત પલળવાથી ખોડા ની સમસ્યા માથામાં થઈ જાય છે.આ વાળની સમસ્યાઓને દૂર કરવા માટે તમે આ ઘરેલુ ઉપાય અજમાવી શકો છો.તેના માટે કોપરેલમાં કપૂર ભેળવીને વાળના મૂળમાં માલિશ કરો.વાળમાં થતો ખોડો એનાથી દૂર થઈ જશે.

કોપરેલને થોડું ગરમ કરીને તેમાં એક લસણની કળી અને એક ચમચી તલનું તેલ ભેળવીને રાખો, આ તેલ ઠંડું પડ્યા પછી માથામાં નાખવાથી ઠંડક રહે છે અને વાળ ઓછા ખરે છે.

વાળમાં જે તેલ લગાવતા હોય એને ગરમ કરીને આંગળીના ટેરવાથી માથામાં પંદર મિનિટ મસાજ કરો.

ગરમપાણીમાં ભીંજવેલો ટુવાલ માથા પર બે-ત્રણ મિનિટ લપેટીને ટુવાલ ને ફરીથી ગરમ પાણી માં ભીનો કરીને માંથા પર વીટાળી દો. ચાર-પાંચ વાર આમ કરવાથી તેલ વાળના મૂળ માં ઉતરશે અને વાળ મજબૂત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *