પૈસા ન આપતાં પતિએ પોતાની જ પત્નીની સાથે કર્યું કંઈક આવું…

રાજ્યમાં મહિલાઓ સાથેની ઘરેલું હિંસાની ઘટનાઓ હાલમાં સતત વધી રહી છે. ખાસ કરીને તો હાલમાં મહિલાઓને પ્રેમની મોહજાળમાં ફસાવીને એમની પાસેથી રૂપિયા પડાવતા અથવા તો તેને મારી નાંખવાની અને એસિડ એટેક કરવાની ધમકીઓ આપવાની ઘટનાઓ બહાર આવી રહી છે. જેનાં લીધે માનસિક રીતે ત્રસ્ત થતાં મહિલા આત્મહત્યાનાં પ્રયત્નો કરતી હોવાનાં બનાવ પણ બનતા હોય છે. ગુરૂવારે પણ વાડજ તથા સોલા પોલીસ-મથકમાં કુલ 2 ફરીયાદ નોંધાઈ છે.

રાણીપ ગણેશ સ્કૂલની બાજુમાં રહેતાં 41 વર્ષીય ફાલ્ગુની બેનનાં પતિ 10 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા પછી તે પોતાનાં પુત્ર-પુત્રીની સાથે રહેતાં હતાં. લગભગ 1 વર્ષ પહેલાં શાસ્ત્રીનગર મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતાં આતીશ દિનેશકુમાર શાહની સાથે સંપર્કમાં આવ્યા પછી તેમની વચ્ચે પ્રેમસંબંધ પણ બંધાયો હતો. આ દરમિયાન આતિશભાઈએ તેમની પાસેથી થોડાં થોડાં કરીને કુલ 7 લાખ રૂપિયા પણ લીધા હતા.

ગત જાન્યુઆરી માસમાં બંનેએ રજીસ્ટર્ડ મેરેજ પણ કરી લીધા હતા. જેનાં પુરાવા આતીશે પોતાની પાસે રાખી લીધા હતા. પછીથી આતિશ અને ફાલ્ગુનીબેન પોતપોતાનાં ઘરે રહેતાં હતાં. આ દરમિયાન આતિશભાઈએ તેમને ફોન કરીને નવું ઘર લેવાનું હોવાથી કુલ 5 લાખ રૂપિયાની માંગ પણ કરી હતી. જાે, કે ફાલ્ગુનીબેને તેમની પાસે પૈસા નહીં હોવાનું કહેતાં આતિશભાઈ ઘણીવાર તેમની સાથે ઝઘડો પણ કરતાં હતા.

2-3 દિવસ અગાઉ પણ સોસાયટીની બહાર ફાલ્ગુનીબેનને બોલાવીને આતિશભાઈએ ઝઘડો પણ કર્યાે હતો. સોસાયટીમાં હોબાળો કરવાની ધમકી આપતાં ગભરાયેલ ફાલ્ગુનીબેન તેમની સાથે ‘વંદે માતરમ’ ગોતા ખાતે ગયા હતા. જ્યાં બંનેની વચ્ચે ફરીવાર ઝઘડો થતાં આતિશભાઈએ તેમને ગાળો બોલીને ‘તારા મોઢાં પર એસિડ ફેંકીને સળગાવી દઈશ. કોઈ જુએ એ લાયક નદીં રાખું’ એવી ધમકી પણ આપી હતી.

એ જ વખતે ફાલ્ગુનીબેનનાં પુત્રનો ફોન આવતાં જ તેમણે પોતે ઘરે ન આવે તો 100 નંબર ડાયલ કરવાનું જણાવતાં જ આતિશભાઈ ડરી ગયા હતા અને ફરાર થઈ ગયા હતાં. આ ઘટનાની જાણ તેમણે પોતાનાં પરીવારને કરી હતી. ત્યારબાદ પતિની વિરૂદ્ધ વાડજ પોલીસ-સ્ટેશનમાં ફરીયાદ પણ નોંધાવી હતી.

ફરીયાદ આવતાં જ પોલીસ પણ ચોંકી ગઈ હતી. જ્યારે સોલા પોલીસની હદમાં આવતાં ઘાટલોડીયા ચાણક્યપુરી-4 નાં એક ઘરમાં રહેતાં વીકી યાદવ નામનાં યુવાનના લગ્ન પણ થઈ ગયા તેમ છતાં બીજી યુવતી સાથે સંબંધ રાખતા હતા અને તેની પત્નીની સાથે મારકુટ પણ કરતાં હતા.

અવારનવારનાં ત્રાસને લીધે ગુરૂવારે વીકીભાઈના પત્ની અંકીતાબેન ઘરે એકલાં જ રહેતા હતાં. ત્યારે તેમણે ઘરમાં પડેલ મોર્ટીનની અગરબત્તીને ખાઈ પણ લીધી હતી. જેનાં પગલે તબિયત બગદતાં તેમને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતાં. ત્યાંથી અંકીતાબેને પતિની વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં જ સોલા પોલીસે વિકીભાઈની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *