હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી, ગાંધીનગર દ્વારા રજીસ્ટ્રેશન નિયમોના ભંગ બદલ મુંબઇના બિલ્ડર સિદ્ધી વિનાયક એન્ટરપ્રાઇઝને અત્યાર સુધીનો સૌથી વધુ એટલે કે, કુલ 50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ મસમોટો દંડ સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી મોટો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અંગે રિયલ એસ્ટેટ લોબી જણાવે છે કે, આ દંડ ખુબ મોટો તથા કઠોર છે. જો કે, ગ્રાહકો સંદર્ભે ખુબ સારો છે. જેને કારણે બિલ્ડર્સ નોંધાયેલા ન હોય તેવા પ્રોજેક્ટનું વેચાણ કરતા અટકી જશે.
મુંબઇના પ્રમોટર સિદ્ધી વિનાયક એન્ટરપ્રાઇઝ દ્વારા વિન્ડવોર્ડ બિઝનેસ પાર્ક નામના બાંધકામના પ્રોજેક્ટનાં રજિસ્ટ્રેશન 31 જુલાઇ વર્ષ 2017ના રોજ ઓનલાઇન અરજી કરવામાં આવી હતી. જો કે, 6 સપ્ટેમ્બર વર્ષ 2018ના રોજ અરજી નામંજૂર કરવામાં આવી હતી. ત્યારપછી તેઓએ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી.
પ્રમોટરે રેરા પ્રોજેક્ટ એપ્લિકેશન ફોર્મમાં પ્રોજેક્ટ સ્ટેટસ તરીકે ઓન ગોઇંગ દર્શાવીને અરજી કરવામાં આવી હતી. જેમાં કુલ 16 પ્લોટ દર્શાવવામાં આવ્યા હતા. પ્રોજેક્ટની કિંમત કુલ 174 કરોડ ગણાવવામાં આવી રહી હતી.
રેરા કાયદાની કમલ (3) 1ની જોગવાઇ પ્રમાણે રેરામાં રજીસ્ટ્રેશન કરાવ્યા વગર તેના પ્રોજેક્ટનું વેચાણ, માર્કેટિંગ, જાહેરખબર તથા બુકિંગની શરૂઆત કરી શકાતી નથી. તેમ છતા રેરામાં રજીસ્ટ્રેશન કરાવ્યા વગર 1 મે વર્ષ 2017 બાદ કલમ (3) 1 નો ભંગ કરીને ફ્લેટ એપાર્ટમેન્ટનાં વેચાણ કરવામાં આવ્યું હતું.
જેને લીધે ઓથોરિટી દ્વારા સુઓમોટો દાખલ કરીને પ્રમોટર ઓથોરિટી સમક્ષ ઉપસ્તિથ રહીને રેરા કાયદાની જોગવાઇના ભંગ બદલ તેમને શા માટે દંડ ફટકારવો તે બાબતે ખુલાસો રજૂઆત કરવા માટે જણાવવામાં આવ્યું હતું. 25 નવેમ્બર વર્ષ 2020 ના રોજ રેરા ઓથોરીટી સમક્ષ પ્રમોટર ઓનલાઇન વીડિયો કોન્ફરન્સિંગ મારફતે હાજર રહેવા ઇ-મેઇલથી જાણ કરી દેવામાં આવી હતી.
રેરા દ્વારા તપાસ કરવામાં આવતા પ્લોટનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ માટે ન થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. કલમ 3ની જોગવાઇ પ્રમાણે આ પ્રોજેક્ટનું બાંધકામ શરુ હોય તથા બીયુ પરમીશન એક્ટનાં સમય પહેલા મેળવેલું ન હોય તેવા પ્રોજેક્ટનું ગુજરેરા ઓથોરિટી સમક્ષ રજીસ્ટ્રેશન મળ્યા પછી વેચાણ અથવા તો બુકિંગ થઇ શકે છે.
આ પ્રોજેક્ટમાં કુલ 16 યુનિટનું વેચાણ રજીસ્ટ્રેશન મળ્યા વિના કાયદાની કલમ 3નો ભંગ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. જેને કારણે વિન્ડવોર્ડ બિઝનેસ પાર્કના પ્રમોટર સિદ્ધી વિનાયક એન્ટરપ્રાઇઝને ઇરાદાપુર્વક કાયદાની જોગવાઇના ભંગ કરવાં માટે કુલ 50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જે માત્ર 30 દિવસમાં ભરવાનો રહેશે. પ્રોજેક્ટની કિંમત કુલ 174 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેને કારણે રેરાની જોગવાઇ પ્રમાણે કુલ 10% દંડ લેખે કુલ 50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle