દેશભરમાં નવા ટ્રાફિકના નિયમો લાગુ થયા બાદ અત્યાર સુધી રાજ્યમાં કરોડનો દંડ ઉઘરાવાઈ ચૂક્યો છે.મોંઘીદાટ લક્ઝરી કાર લઇને શહેરમાં ફરતા નબીરાઓ સામે ટ્રાફિક પોલીસ હવે કડક થઇ છે. પૈસાનો દેખાડો કરી કાયદાનું ઉલ્લંઘન કરતા લોકો સામે પણ હવે કડક પગલાં લેવામાં આવશે. તેવામાં અમદાવાદ શહેરમાં પોલીસે 27-નવેમ્બરે ટ્રાફિક ડ્રાઇવ નું આયોજન કર્યું હતું,જેમાં ટ્રાફિક નું ઉલ્લંઘન કરતાં લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, આ દરમિયાન હેલ્મેટ સર્કલ પાસે ફરજ બજાવતા પી.એસ.આઇ એમ.બી. વિરજાએ 2.18 કરોડ ની 911 મોડલની પોર્શ કાર ને અટકાવી તેના ચાલક પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ માગ્યા હતા.
પરંતુ કારમાં આગળ પાછળ નંબર પ્લેટ ન હતી, તે ઉપરાંત સાથે જરૂરી ડોક્યુમેન્ટ પણ ન હતા.તેના કારણે કાર ડિટેઇન કરવામાં આવી હતી અને કારચાલકને રૂપિયા 9.80 લાખ નો દંડ ફટકાર્યો હતો.
During a routine checking in Ahmedabad West. Porsche 911 was caught by PSI MB Virja. The vehicle had No Number Plate and Valid Documents. Vehicle detained and slapped fine of Rs. 9 Lakh 80 Thousand (9,80,000 INR). #AhmedabadPolice #Rules4All pic.twitter.com/runtd5k8dX
— Ahmedabad Police (@AhmedabadPolice) November 29, 2019
અમદાવાદ પોલીસે આ સમગ્ર કાર્યવાહીની જાણકારી તેના ટ્વિટર હેન્ડલ પર આપી હતી. અમદાવાદ પોલીસે છેલ્લા ત્રણ મહિનામાં 5.75 કરોડનો દંડ વસૂલ્યો છે. વિવિધ ડ્રાઈવ દરમિયાન અમદાવાદ પોલીસે લક્ઝુરિયસ કાર્સ જેવી કે મર્સિડીઝ, ફોર્ચ્યુનર, રેન્જ રોવર ને ડિટેઈન કરી દંડ ફટકાર્યો છે. એક તરફ ટ્રાફિક પોલીસ દંડ ફટકારી રહી છે અને બીજી તરફ ટ્રાફિક પોલીસ કાયદાનું પાલન કરવા માટે પણ લોકોને પ્રેરણા પણ આપી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.