બરવાળા ‘લઠ્ઠાકાંડ’ માં થયા સૌથી મોટા ખુલાસા- મૃતકોએ દારૂ નહિ પરંતુ… જાણો શું કહ્યું મુખ્ય આરોપીએ?

‘લઠ્ઠાકાંડ’ એ રાજ્યભરમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કે મૃત્યુ પામેલા દરેક લોકોએ દારૂની જગ્યાએ સીધું કેમિકલ જ પીધું હતું.…

‘લઠ્ઠાકાંડ’ એ રાજ્યભરમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કે મૃત્યુ પામેલા દરેક લોકોએ દારૂની જગ્યાએ સીધું કેમિકલ જ પીધું હતું. ક્રાઇમ બ્રાન્ચે ભાવેશ નામના શખ્સને કસ્ટડીમાં લીધો હતો, આ એ જ આરોપી છે જેણે 200 લિટર કેમિકલથી ભરેલા કન્ટેનરમાંથી મિથાઇલ ચોર્યું હતું. હાલ સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે, આ કેમિકલ ખરીદવામાં નહિ, પરંતુ ચોરવામાં આવ્યુ હતું.

વાયુવેગે ઘટના વાયરલ થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોલીસ મુખ્ય વડા સાથે ઘટના અંગે વાતચીત કરી હતી. સાથોસાથ CM દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરી રીપોર્ટ આપવા આદેશ કરવામાં આવ્યો છે. સાથોસાથ દવાખાના પીડાઈ રહેલા દર્દીઓને તાત્કાલિક સારવાર મળે એ માટે પણ સુચના આપી દેવામાં આવી છે.

ચોંકાવનારો ખુલાસો એ પણ થયો છે કે, મૃતકોએ દારૂની જગ્યાએ ૮૦ ટકા કેમિકલ જ પીધું હતું. ઝેરી દારૂ મામલે FSLએ ગૃહ વિભાગમાં એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેથી સાબિત થયુ કે, મૃતકોએ દારૂ નહિ પરંતુ સીધેસીધુ કેમિકલ જ પીધુ હતું. જેનાથી એક પછી એક મોતને ભેટ્યા હતા. સંજય પિન્ટુ અને તેના સાગરીતો દારૂની કોથળીઓમાં સીધું કેમિકલ નાખી લોકોને વેચી દીધું હતું. જેના કારણે અનેકના મોત થયા હતા. પોલીસ પૂછપરછમાં જયેશે કેમિકલ ચોર્યુ હોવાનો ખુલાસો પણ થયો છે.

તમને જણાવી દઈએ કે, ગઈકાલ રાતથી જ રોજિદ સહિતના અનેક ગામોમાં મહિલા અને બાળકોના રડવાની ચીસો અને આક્રંદથી આખું ગામ દ્રવી ઉઠ્યું હતું. સવાર થતા જ એકસાથે પાંચ પાંચ લોકોના મૃતદેહ લઇ જઈ અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. મૃતકો સિવાય હાલ કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર હેઠળ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દાખલ છે, તો કેટલાકને બોટાદ ખાતે પણ દાખલ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *