હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર વિપક્ષી નેતાઓ ના ભત્રીજાઓની મદદ દ્વારા સરકાર બનાવી શકી છે. હરિયાણામાં અભય ચૌટાલાના ભત્રીજા દુષ્યંત ચૌટાલા અને મહારાષ્ટ્રમાં શરદ પવારના ભત્રીજા અજીત પવાર સાથે મળીને સરકાર બનાવી છે.
ભાજપ માટે વિપક્ષી નેતાઓના ભત્રીજા ખૂબ લકી સાબીત થયા છે. ઓક્ટોબર 2019માં હરિયાણા અને મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઈ છે. આ બંને રાજ્યોમાં વિપક્ષી નેતાઓના ભત્રીજાની મદદથી ભાજપ સરકાર બનાવવામાં સફળ રહી છે. હરિયાણામાં ઈનેલો નેતા અભય ચૌટાલા સાથેના વિવાદ પછી અલગ પાર્ટી બનાવનાર ભત્રીજા અને જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા સાથે ગઠબંધન કરી ભાજપે સરકાર બનાવી છે. જ્યારે મહારાષ્ટ્રમાં એનસીપી નેતા શરદ પવારના ભત્રીજા અજીત પવાર સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી છે. બંનેમાં એક સમાનતા એવી પણ છે કે, બંનેને ઉપમુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું છે.
આ રીતે હરિયાણામાં બની સરકાર:
ઓક્ટોબર 2018માં ચૌધરી દેવીલાલના જન્મદિવસે સમારોહમાં ચૌટાલા પરિવારના આંતરિક ખટરાગ સામે આવ્યા હતા. અભય ચૌટાલા વિરુદ્ધ હુટિંગ થવાથી વિવાદ શરૂ થયો હતો અને તેનો સીધો આરોપ દુષ્યંત ચૌટાલા અને તેમના નાના ભાઈ દિગ્વિજય ચૌટાલા પર લગાવવામાં આવ્યો હતો. ઈનોલોએ બંનેને પહેલાં નોટિસ આપી હતી. ત્યારપછી તેમને પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. કાકા-ભત્રીજાની લડાઈમાં ઈનેલોમાં તિરાડ પડી ગઈ હતી.
ડિસેમ્બર-2018માં દુષ્યંતે જેજેપીનું ગઠન કર્યું હતું. પાર્ટીએ પહેલી ચૂંટણી જીંદ પેટા ચૂંટણીની લડી. તેમાં ઉમેદવાર રહેલા દિગ્વિજય ચૌટાલાને હાર મળી. ત્યારપછી લોકસભા ચૂંટણી લડી. તેમાં 10 સીટો પર ઉમેદવાર ઉભા કર્યા અને તે દરેક હારી ગયા.
ઓક્ટોબર 2019માં વિધાનસભા ચૂંટણી આવી. જેજેપીએ મજબુતીથી ચૂંટણી લડી અને 10 સીટ જીત્યા. જ્યારે બીજી બાજુ કાકા અભય ચૌટાલાની પાર્ટી ઈનેલો માત્ર 1 સીટ જીતી શકી હતી. ભાજપે 40 સીટ જીતી. તેમને સરકાર બનાવવા માટે 6 ધારાસભ્યોની જરૂર હતી. અપક્ષ જીતીને આવેલા 6 ઉમેદવારોનું સમર્થન મળી ગયું હતું તેમ છતા જેજેપીનું સમર્થન લેવામાં આવ્યું. જેજેપીના સમર્થનથી હરિયાણામાં સરકાર બની અને સીએમ મનોહર લાલ ખટ્ટર અને દુષ્યંત ચૌટાલા ડેપ્યૂટી સીએમ બન્યા.
મહારાષ્ટ્ર શરદ પવારના ભત્રીજા અજીત પવાર કિંગમેકર બન્યા:
અજીત પવાર શરદ પવારના ભત્રીજા છે. તેઓ શરદના મોટા ભાઈ અનંતરાવ પવારના દીકરા છે. તેમનો જન્મ 22 જુલાઈ 1959માં થયો હતો. તેમના પિતા વી. શાંતારામના રાજકમલ સ્ટૂડિયોમાં કામ કરતા હતા. અજીત તેમના કાકા શરદની આંગળી પકડીને રાજકારણમાં આવ્યા હતા. 1982માં 20 વર્ષની ઉંમરમાં અજીત કોઓફરેટિવ શુગર ફેક્ટરીના બોર્ડમાં ચૂંટાયા હતા.
અજીત પવાર 1991થી અત્યાર સુધી 7 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. નવેમ્બર 1992થી ફેબ્રુઆરી 1993 સુધી કૃષિ અને વીજળી રાજ્યમંત્રી રહ્યા. તેઓ 29 સપ્ટેમ્બર 2012થી 25 ડિસેમ્બર 2014 મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી રહ્યા હતા. ઓક્ટોબર 2018માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધનને બહુમતી મળી હતી. પરંતુ બંને વચ્ચે સીએમ પદને લઈને વિવાદ થયો હતો. આ દરમિયાન શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવવાની વાત ચાલતી હતી અને આ દરમિયાન શનિવારે સવારે ભાજપે અજીત પવાર સાથે ગઠબંધન કરીને સીએમ અને ડેપ્યૂટી સીએમ પદની શપથ લઈ લીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.