રાજકોટ(Rajkot): હાલ ગુજરાત (Gujarat)માં ચૂંટણી (Election)ની જોરદાર માહોલ સર્જાયો છે. એવામાં 2022ની ચૂંટણી પહેલા રાજકોટ ગ્રામ્યની સીટ પર ભાજપે(BJP) ખેલ પાડ્યો છે. શહેરના હેમુગઢવી હોલ(Hemugadhvi Hall) ખાતે આજે રાજકોટ જિલ્લા કોંગ્રેસના અનેક આપના આગેવાનો ભાજપમાં જોડાયા છે. પરંતુ મંચ પર ભાજપના જ નેતાએ ભગો કરતા સભાગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. જ્યાં આપ અને કોંગી આગેવાનોના પ્રવેશ સમયે રાજકોટ ભાજપના સહકારી આગેવાન બાબુ નસીતની જીભ લપસી હતી અને તેમણે કહ્યું હતું કે, આજે બધા કાર્યકરો કોંગ્રેસમાં જોડાશે. જેને કારણે સભાગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
View this post on Instagram
150 જેટલા કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા:
શહેરના હેમુગઢવી હોલ ખાતે યોજાયેલી સભામાં ભાજપના સહકારી આગેવાન બાબુ નસીતે આપેલા નિવેદન પર સૌરાષ્ટ્ર પ્રભારી વિનોદ ચાવડા સહિતના આગેવાનોએ કહ્યું, એ ભાઈ..કોંગ્રેસ નહિ ભાજપમાં જોડાશે. આ દરમિયાન ભાજપ નેતા બાબુ નસીતે પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું, પણ સભાગૃહમાં હાસ્ય ફેલાયું હતું.
નોંધનીય છે કે, રાજકોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સંજય ખુંટ અને લોધિકા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મયુરસિંહ જાડેજાએ પણ ભાજપનો કેસ પહેર્યો છે. લોધિકા તાલુકા પંચાયતના ત્રણ સભ્યો સહિત 150 જેટલા કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા છે, તેવું જાણવા મળ્યું છે.
ખૂંટ અને જાડેજા 10 દિવસથી તૈયારી કરી રહ્યા હતા:
મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના હેમુ ગઢવી હોલ ખાતે સવારે 10 વાગ્યે ભાજપ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ કરવામાં આવ્યું છે. આજે જિલ્લાના પ્રભારી વિનોદ ચાવડા, મંત્રી અરવિંદ રૈયાણી અને જિલ્લા ભાજપના આગેવાનોની હાજરીમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે. સહકારી આગેવાન રાજકોટ લોધીકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા સહીત 150 જેટલા કાર્યકર્તા સાથે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે.
ભાજપ પ્રવેશ કરનારા મુરતિયા:
સંજય ખૂંટ અને મયૂરસિંહ જાડેજા છેલ્લા 10 દિવસથી ભાજપમાં ભળવા માટે તૈયારી કરી રહ્યા હતા. તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા સાથે બેઠક કરી હતી. મયૂરસિંહ જાડેજા (લોધિકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ), સંજય ખૂંટ (રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ), નિલેશ રિબડિયા (સરપંચ, ખેરડી), સવજી પરમાર(એસ.સી. વિભાગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ), મિલન દાફડા (તા. પં. સભ્ય), હિતેશ ખૂંટ (તા. પં. સભ્ય), મનસુખ વેકરિયા (પ્રમુખ, માખાવડ મંડળી), બોદુ કેસરિયા (તાલુકા પંચાયત સભ્ય), ભાવેશ હરસોડા (સરપંચ, નગરપીપળિયા), મહાવીરસિંહ જાડેજા (સરપંચ, રાતૈયા), દેશાગર સોંદરવા (સરપંચ, છાપરા) વગેરેએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી કેસરિયો ધારણ કર્યો છે.
40 કરોડની ઓફર કરવામાં આવી:
આ અંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંજય ખૂંટ , લોધિકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયૂરસિંહ જાડેજા, કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સવજી પરમાર અને તેમની સાથે અલગ અલગ ગામના સરપંચો અને આગેવાનો આજે વિધિવત રીતે ભાજપમા પ્રવેશ કર્યો છે. આ તમામને હું હ્ર્દય પૂર્વક પક્ષમાં આવકારું છું. આ સાથે હર્ષદ રીબડીયાને ક્રોસ વોટિંગ માટે 40 કરોડની ઓફર કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ આ માત્ર અફવા છે કોઈ એરૂપિયાની ઓફર થઈ નથી અફ્વાઓમાં ધ્યાન ના આપવું જોઈએ આવું નિવેદન ગઈકાલે જૂનાગઢમાં હરહદ રીબડીયા દ્વારા આપવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.