ભારતમાં ફરી વાર બહુમતીથી મોદી સરકાર આવ્યા બાદ રાહુલની પાર્ટીની પગ તળે જમીન સરકી ગઈ છે. આ ચુંટણીમાં રાહુલની સરકારે લોકસભામાં જીતવા દિવસ-રાત એક કરી દીધા હતા. અને છેવટે પણ મોદી સરકાર ફરી એક વાર પૂર્ણ બહુમતીથી જીતી હતી. અને હાર્યા બાદ પણ રાહુલની પાર્ટી વિચારી રહી હતી કે આટલી મોટી હારનું કારણ શું છે ?
કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે સંઘ અને ભાજપ પર કરેલા પ્રહાર બાદ ભાજપે વળતો જવાબ આપ્યો છે. કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યુ કે, દિગ્વિજયસિંહ વિવાદિત નિવેદન આપી રહ્યા છે. કોંગ્રેસની આજે જે હાલત થઈ છે તેની પાછળ દિગ્વિજયસિંહ જેવા નેતાઓ છે.
મુખ્તાર અબ્બાસ નકવીએ આ પ્રકારનું નિવેદન એવા સમયે આપ્યુ જ્યારે તેમણે જણાવ્યુ હતુ કે, ભાજપ અને બજરંગ દળના લોકો પૈસા લઈને આઈએસઆઈ માટે જાસુસી કરે છે. આ લોકો જાસુસી કરતા ઝડપાઈ પણ ગયા છે. અને ભાજપના રાજમાં તેમને જામીન પણ મળી ગયા હતા. દિગ્વિજયસિંહ સતત ભાજપને આઈ.એસ.આઈ. માટે જાસુસી મામલે ઘેરી રહ્યા છે. જ્યારે ભાજપ પણ કોંગ્રેસનો વિરોધ કરવા આક્રમક મૂડમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.