ભાજપના ધારાસભ્ય જીતના ચાર વર્ષ બાદ પહેલી વાર ગામમાં દેખાયા અને પછી ગામ લોકોએ કરી એવી હાલત કે …- જુઓ વિડીઓ 

Published on: 7:11 pm, Fri, 30 July 21

આપણે સૌ જાણીએ છીએ કે અમુક નેતાઓ ચુંટણી દરમિયાન જનતા પાસે વોટની ભીખ માંગવા આવે છે અને જેવી ચુંટણી પતે એટલે જાણે કે ધારાસભ્યો ગાયબ જ થઇ ગયા હોય તેવું લાગે છે. કારણ કે, પ્રજાના પ્રશ્નોને સંભાળવા માટે કોઈ રહેતું જ નથી. ત્યારે આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશથી સામે આવ્યો છે.

ઉત્તર પ્રદેશના હાપુડના એક ગામ નાનઈનો એક વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ગઢમાં જ ભાજપના ધારાસભ્ય કમલ મલિકનો જનતાએ ખુબ જ વિરોધ કર્યો હતો. ધારાસભ્ય કમલ મલિકને રસ્તા પર ભરાયેલા ગટરના પાણીમાં ચલાવવામાં આવ્યા હતા.

ધારાસભ્ય જીતના ચાર વર્ષ બાદ ગામ નાનઈમાં ડોકાયા નહોતા. જોવા જઈએ તો છેલ્લા ચાર વર્ષમાં આ ગામમાં કોઈ પણ કામ નથી કર્યું. જયારે ગામમાં એક સભા ભરાઈ અને સંબોધન કરવા માટે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ઉભા થયા ત્યારે ગામના લોકોએ ન સાંભળવાનું પણ સંભળાવી દીધું. ગામલોકો ચાલુ સભાએ ઉભા થવા લાગ્યા હતા અને ધારાસભ્યોને શરમજનક રીતે પાછુ ફરવું પડ્યું હતું.

જયારે ભાજપના ધારાસભ્ય ગામમાં પહોચ્યા ત્યારે ગામલોકોએ તેમની વેદના અને તકલીફો જણાવી હતી. એટલું જ નહિ સાથે સાથે ધારાસભ્યનો હાથ પકડીને ગામના રસ્તાઓ પર ભરાયેલા પાણીમાં ચલાવવામાં આવ્યા હતા. ગામલોકોએ કહ્યું કે, તમે જીત્ય બાદ એક વખત પણ ગામની મુલાકાતે આવ્યા નથી. તમે તો રસ્તો તો બનાવી આપ્યો પરંતુ તેમાં પાણી ભરાશે કે નહિ તે અંગે કઈ વિચાર જ ન કર્યો. ગામ લોકોએ ત્યારબાદ તેમને ગટરનું પાણી ભરાય ગયું હતું અને ત્યાં લઇ ગયા હતા. બરાબર તે જ સમયે આ વિડીઓ પોતાના ફોનમાં કેદ કરી લીધો હતો અને હાલમાં આ વિડીઓ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ભાજપના ધારાસભ્યને આ અંગે વાત કરવામાં આવી ત્યારે તેમણે પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે, ગામલોકોનો વિકાસ અમારી પ્રાથમિકતા છે. લોકોને આજ પછી કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવવા દઈશું નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.