કોરોનાકાળમાં પણ ભાજપનાં નેતાઓ ભીડ એકત્ર કરતાં હોવા વિશે સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરનારની વિરુદ્ધ ભાજપની મહિલા આગેવાને સરથાણા પોલીસને અરજી કરતા પોલીસે એક્ટિવિસ્ટને માર મારવામાં આવ્યો હતો. સરકારે કોરોનાના કેટલાંક નિયમો લોકો પર અમલ કર્યા છે.
એવા સમયમાં ભાજપના નેતાઓ બેઠકો કરી રહ્યાં છે,રેલીઓ કરી રહ્યાં છે. એમને કોઈ નિયમો અમલ થતાં નથી એવી કોમેન્ટ સોશિયલ મીડિયા પર એક્ટિવિસ્ટ દિપક આહિરે કરી હતી. જેની વિરુદ્ધ ભાજપની મહિલા મોરચાની આગેવાન કોમલે દિપક આહિર માટે ‘બેવડા’ શબ્દ લખીને તારા માટે કાયદો છે એવું જણાવ્યું હતું.
એની વિરુદ્ધ દિપકે વળતી કોમેન્ટ કરી હતી કે, સેવા કરવા ફોટો શોપ કરવું જરૂરી છે. જેથી કોમલે પોલીસને અરજી કરી હતી. પોલીસ દિપક આહિરને ઉંચકી લાવી પોલીસે દિપકને માર મારવામાં આવ્યો હતો. ઘટનાને કારણે બીજાં એક્ટિવિસ્ટો તથા કોંગ્રેસીઓ પોલીસ સ્ટેશને પહોંચી ગયાં હતા.
બીજી બાજુ ભાજપના ટેકેદારો એકત્ર થતાં મધરાત્રે પોલીસ મથકમાં મોટી સંખ્યામાં લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતું. પોલીસે દિપક આહિરની વિરુદ્ધ IT એક્ટ અંતર્ગત ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
બિભત્સ કોમેન્ટ કરી એટલે ફરિયાદ કરી…
દિપક આહિરે બીભત્સ કોમેન્ટ કરી એટલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે આવું કોમલ ઘેવરીયા એટલે કે, ભાજપ મહિલા મોરચા સભ્યએ જણાવતાં કહ્યું હતું.
શહેર ભાજપ પ્રમુખ ઘટનાથી અજાણ:
શહેરનાં ભાજપ પ્રમુખ નિતીન ભજીયાવાળાની સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેઓએ આ અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું.
સરથાણા PIએ ફોન ઉપાડયો નહીં:
આ ઘટના અંગે હકિકત જાણવા સરથાણા PI બી.સી.સોલંકીને કોલ કરતા તેઓએ કોલ ઉપાડ્યો ન હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle