સમગ્ર દેશમાં હજુ કોરોનાની બીજી લહેરએ થોભવાનું નામ નથી લીધું ત્યાં તો મ્યુકોરમાઈકોસિસ નામની એક બીજી ભયંકર બીમારી સામે આવી છે. મ્યુકોરમાઈકોસિસના કેસમાં પણ હવે સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને લીધે ઘણા દર્દીઓના મૃત્યુ પણ થઇ ચુક્યા છે. ત્યારે મ્યુકોરમાઈકોસિસના બીજો પ્રકાર એટલે કે વ્હાઇટ ફંગસ નામની બીમારીના કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે.
હાલમાં મળતી માહિતી અનુસાર PMCH માં માઈક્રોબાયોલોજી વિભાગના હેડ ડો. એસએન સિંહે આ જાણકારી આપી છે કે પટનામાં બ્લેક ફંગસ કરતા પણ વધુ ઘાતકી કહી શકાય એવી ગંભીર બીમારીના ચાર દર્દીઓ હાલમાં મળી આવેલ છે. જયારે આ ચાર દર્દીઓમાં એક દર્દી તરીકે ફેમસ સ્પેશિયાલિસ્ટનો પણ સમાવેશ થાય છે.
બ્લેક ફંગસ કરતા પણ જોખમી છે આ વ્હાઈટ ફંગસ:
આ બિમારી બ્લેક ફંગસ કરતા ખુબ વધારે ખતરનાક છે. કહેવામાં આવી રહ્યું છે કે વ્હાઇટ ફંગસથી ફેફસા સંક્રમિત થાય છે અને શરીરના બીજા અંગ જેવા કે નખ, સ્કીન, પેટ, કિડની, મગજ અને ગુપ્તાંગમાં પણ સંક્રમણ ફેલાઇ શકે છે. જેથી તે ખુબ જ વધારે જોખમી છે.
આ રીતે દર્દીમાં જાણ થઈ વ્હાઈટ ફંગસના સંક્રમણની:
આ ચાર દર્દીઓમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. આ તમામ દર્દીઓ કોરોનાથી નહિ પરંતુ વ્હાઈટ ફંગસથી સંક્રમિત હતા. આ દર્દીઓમાં કોરોનાના ત્રણેય ટેસ્ટ રેપિડ એન્ટીબોડી, ટેસ્ટ રેપિડ એન્ટીજન અને આરટી-પીસીઆર નેગેટિવ આવ્યા હતા. તપાસ કરતાની સાથે જ ફક્ત એન્ટી ફંગલ દવાઓથી તેઓ સાજા થઈ ગયા હતા.
કોરોના છે અને વ્હાઈટ ફંગસ અંતર સમજવું મુશ્કેલ:
વ્હાઈટ ફંગસ દ્વારા ફેફસામાં ફેલાયેલ સંક્રમણના લક્ષણ એચઆરસીટીમાં કોરોનાના સંક્રમણ જેવા જ દેખાય છે. જેમાં બંને વચ્ચેનું અંતર સમજવું મુશ્કેલ બની જાય છે. જેથી દર્દીઓમાં રેપિડ એન્ટીજન અને આરટી-પીસીઆર નેગેટિવ આવે છે. તબીબોનું કહેવું છે કે જો એચઆરસીટીમાં કોરોનાના લક્ષણો જોવા મળે તો વ્હાઈટ ફંગસની જાણકારી મેળવવા માટે કફની તપાસ કરવી ખુબ જરૂરી છે.
રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે પણ થઇ શકે છે વ્હાઈટ ફંગસ :
વ્હાઈટ ફંગસ એ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે પણ થઇ શકે છે. રોગ પ્રતિકારક શક્તિ ઓછી, ડાયાબિટિસ, એન્ટીબાયોટિકનું સેવન, લાંબા સમય સુધી કરવામાં આવેલ સ્ટેરોઈડનું સેવન, કેન્સરના દર્દીઓ જે દવા લઇ રહ્યા છે તેમનામાં આ વ્હાઈટ ફંગસનું સંક્રમણ ફેલાઈ શકે છે.
જયારે પટનામાં બ્લેક ફંગસથી બુધવારના રોજ 19 નવા દર્દીઓ મળી આવ્યા છે. જેમાં ૯ દર્દીઓ આઈજીઆઈએમએસમાં હાલ સારવાર હેઠળ છે. બુધવારના રોજ બે દર્દીઓની સર્જરી કરવામાં આવી છે, જયારે અત્યાર સુધીમાં સાત દર્દીઓની સર્જરી થઇ ચુકી છે.હજુ પાંચ જેટલા દર્દીઓની સર્જરી થવાની બાકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.