ઇન્ટરનેટ પર બિન કાયદાકીય રીતે કોરોનાથી સાજા થઇ ચુકેલા દર્દીઓના લોહીનું વેચાણ ચાલી રહ્યું છે.કોરોના ના ઈલાજ અને વેક્સિન ના નામે દર્દીઓનું લોહી ડાર્ક નેટ પર વેચવામાં આવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના રિપોર્ટમાં ખુલાસો થયો છે. ડાર્ક નેટ પર હાજર સેલરો અલગ અલગ દેશોમાં શિપિંગ કરી વિદેશમાં ડીલીવરી કરાવી રહ્યા છે.
ડેલી મેલના રિપોર્ટ અનુસાર જીવનભર માટે કોરોના ઈમ્યુન બનાવવા ના દાવા સાથે કોરોના દર્દીઓના લોહીને લાખો રૂપિયામાં વેચવામાં આવી રહ્યું છે. એક લીટર લોહી ની કિંમત 10 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
જોકે લોહી સાથે બિન કાયદેસર રીતે માસ્ક, ટેસ્ટ કીટ સહિત અન્ય સામાન પણ ઊંચી કિંમતે વેચવામાં આવી રહ્યા છે.ઓસ્ટ્રેલિયાની નેશનલ યુનિવર્સિટીના રિપોર્ટ અનુસાર ઓછામાં ઓછા ૧૨ અલગ અલગ ડાર્ક નેટ માર્કેટ પર આ સામાન વેંચવામાં આવી રહ્યા છે.
ડાર્કનેટ પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દુનિયાભરમાં કોરોના નો ઈલાજ કરી રહેલા ડોક્ટર દ્વારા પી.પી.ઈ અને અન્ય સામાન મેળવવામાં આવ્યા છે. વેચનાર આ સામાનો ને અલગ અલગ દેશમાં ડિલિવરી કરાવવા માટે પણ તૈયાર છે.વધારે આવા પ્રોડક્ટ અમેરિકામાંથી જ્યારે કેટલાક પ્રોડક્ટ યુરોપ બ્રિટન અને ઓસ્ટ્રેલિયાથી શિપિંગ માટે હાજર છે.
કોરોનાથી સ્વસ્થ થઇ ચુકેલા દર્દીઓના પ્લાઝમા દ્વારા અન્ય દર્દીઓ નો ઈલાજ થી જોડાયેલા કેટલાક રિપોર્ટ સામે આવ્યા છે. પરંતુ પ્લાઝમા તેરે બિના નુકસાન પણ છે અને તેનાથી લોકોનો જીવ પણ જઈ શકે છે. હાલ ડોક્ટરો પ્રયોગ તરીકે કેટલીક ખાસ પરિસ્થિતિમાં જ આજે થેરપીનો ઉપયોગ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news