બનાસકાંઠા(ગુજરાત): તાજેતરમાં બનાસકાંઠા(Banaskantha)ના કાંકરેજ(kankrej) તાલુકાની મુખ્ય નર્મદા(Narmada) કેનાલમાંથી યુવક-યુવતીનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે થરા પોલીસ(police)ને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી અને યુવક યુવતીના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ(Postmortem) માટે મોકલવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યા તેમજ હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે તેમાં ખેગારપુર પુલ પાસે એક યુવક યુવતીનો કેનાલમાં તરતી હાલતમાં મૃતદેહ મળી આવતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
બાદમાં તાત્કાલિક થરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવક-યુવતીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં પોલીસ દ્વારા યુવક યુવતીના મૃતદેહને થરા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા હતા.
મૃતક યુવક અને યુવતીના મૃતદેહ ભેગાં મૃત હાલતમાં મળતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, હજૂ સુધી કોઈ ઓળખ થઈ નથી. હાલ થરા પોલીસ દ્વારા ઓળખવિધિ શરૂ કરવામાં આવી છે. સ્થળ પરથી ચપ્પલ અને પર્સ મળી આવતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.