સુરત સિવિલના ટોઇલેટ માંથી અધૂરા માસે જન્મેલી બાળકીનો મૃતદેહ મળી આવતા મચ્યો હાહાકાર

સુરત(ગુજરાત): તાજેતરમાં સુરત(Surat) નવી સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આજે ટ્રોમાં સેન્ટર(Troma Center)ના ટોયલેટના ટબ(Toilet tub)માંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આજે સવારે જ્યારે કર્મચારી તેને સાફ કરવા આવ્યો ત્યારે શૌચાલયના ટબમાંથી મૃતદેહ દેખાયો હતો. આ અંગે તાબડતોબ સત્તાધીશોને જાણ કરાતા સિવિલનું તંત્ર દોડતું થયું હતું. ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ અંગે સિવિલ ખાતેથી મળતી માહિતી મુજબ, સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના શૌચાલયમાં અધૂરા મહીને પ્રસુતિથી જન્મેલી બાળકીનો મૃતદેહ ટોયલેટના ટબના પાણીમાંથી મળી આવ્યો હતો. દરરોજની જેમ આજે સવારે સફાઈ કર્મચારી ટોયલેટ સાફ કરવા પહોંચ્યો હતો.

આ દરમિયાન, સફાઈ કર્મચારીને બાળ મૃતદેહ દેખાયો હતો. મૃતદેહ જોઇને કર્મચારી પણ ગભરાઈ ગયો હતો. બાદમાં તાત્કાલિક અધિકારીઓને જાણ કરવામાં આવતા સિવિલ તંત્ર દોડતું થયું હતું. ત્યારબાદ અધૂરા મહીને જન્મેલી બાળકીના મૃતદેહને બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે સિવિલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને પ્રસૂતાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, સિવિલના ઇતિહાસમાં પહેલી વાર આવી ઘટના બની હતી. હાલ પોલીસ દ્વારા પ્રસુતિ ક્યારે થઈ અને આ નવજાત બાળકીની માતા કોણ તેની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *