નવસારીના ચીખલીમાં 1 મહિના પહેલા પ્લાસ્ટિકના કેનમાં મળેલી મહિલાની લાશનો મામલો- આ રીતે પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ

નવસારી(ગુજરાત): હાલમાં નવસારી(Navsari)ના ચીખલી(Chikhli) તાલુકાના મુખ્ય મથકને અડીને આવેલા થાલા ગામ(Thala village)ની હદમાં સાંજના સમયે એક પ્લાસ્ટિકના પીપમાં સેલોટેપથી પેક(Packed with cellotape in a plastic barrel) કરેલી હાલતમાં એક મહિલાની લાશ મળી આવી હતી. બાદમાં આ મહિલાની લાશનો કબજો પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ(Postmortem) કરાવવામાં આવતા ચોકાવનારી હકીકતો બહાર આવી હતી. જેમાં આ મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

હત્યારાએ આ મહિલાને ગળાના ભાગે કોઈ તીક્ષણ હથિયાર વડે મારી તેનું ગળુ કાપી નાખી તેમજ માથાના પાછળના ભાગે જોરદાર ઘા માર્યો હોવાનું બહાર આવ્યું હતું. મળતી માહિતી મુજબ, ચીખલી નજીકના આવેલા થાલા ગામની હદમાં સાંજના સમયે ભૂરા કલરના પ્લાસ્ટિકના કેનમાં સેલોટેપથી પેક કરેલી હાલતમાં એક મહિલાની લાશ મળી આવી હતી. આ મહિલાની લાશનો કબજો ચીખલી પોલીસ દ્વારા લઈ ચીખલી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને જેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા કેટલીક ચોંકાવનારી હકીકતો પણ બહાર આવી હતી.

જાણવા મળ્યું છે કે, વલસાડ જિલ્લાના કપરાડામાં રહેતા 40 વર્ષીય ઇન્દ્રજીત ગૌતમેં પોતાની પત્નીને તેના કથિત પ્રેમી સાથે જોઈ જતા તે દિવસથી પતિના મગજમાં પત્નીને રહેંસી નાખવાનો પ્લાન ઘડેલો હતો. ત્યારે કોઈ દિવસ પત્નીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડીને મોતને ઘટ ઉતારી હતી. ત્યારે મારીને પ્લાસ્ટિકના કેનમાં પેક કરીને પગને સેલોટેપ મારીને ફૂલપ્રુફ પ્લાન ઘડ્યો હતો. 10 વર્ષથી મિત્રતા હોવાના નાતે રાકેશ પટેલ કે જે કપરાડામાં રહીને ડ્રાઈવિંગના વ્યવસાય કરે છે તેની ઇકો કાર લઈને વ્યારા સ્ટેશન સુધી મૂકી મિર્ઝાપુર જવાનું કહીને 4 બાળકો અને અન્ય એક મિત્ર વલ્લભ માઢા સાથે પતિ ઇન્દ્રજીત ગૌતમ વ્યારા રેલવે સ્ટેશન જવા રવાના થયા હતા. આ દરમિયાન, આલીપોર અભેટા રોડ પહેલા મહિલાની લાશ અંગે ગંધ આવતા અને કેન ખુલી જતાં 2 મિત્ર અને પતિએ લાશને કચરાના ઢગ પાસે નિકાલ કરીને વ્યારા તરફ રવાના થઈ ગયા હતા અને ત્યાંથી પતિ ઇન્દ્રજીત 4 બાળકીઓ સાથે યુ.પી જવા રવાના થયો હતો.

સમગ્ર કેસની તપાસ LCBને સોંપતા ટેક્નિકલ સર્વેલન્સ અને CCTVની મદદથી શંકાસ્પદ Eco કાર પર ફોક્સ કરતા ડ્રાઇવર રાકેશ પટેલ અને વલ્લભ મોઢાની પોલીસ સ્ટાઈલમાં પૂછપરછ કરતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો. હાલમાં 2 આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરીને મુખ્ય આરોપી અને હત્યારા પતિની ધરપકડ કરવા એક ટિમ મિર્ઝાપુર રવાના કરી છે. આ ઉપરાંત, પોલીસને હત્યાની તપાસમાં મહિલાનું નામ પણ ખબર પડી નહિ અને હત્યામાં 2 મિત્રોની સંડોવણીને લઈને પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી અને કારમાં 4 બાળકીઓ હતી. આ દરમિયાન યુ.પી જતી વખતે તેમણે પણ પોતાની માતા ક્યાં છે તેને લઈને પણ પ્રશ્ન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *