સુરત(Surat): શહેરના ભીમરાડ(Bhimrad) વિસ્તારમાં રહેતા નિશીત પટેલ નામના યુવકે ગઈકાલના રોજ સાંજના સમયે કેબલ સ્ટેઇડ બ્રિજ(Cable Stayed Bridge) પરથી તાપી નદીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. આ ઘટના અંગે ફાયરબ્રિગેડ વિભાગને જાણ થતાની સાથે જ તાપી નદીમાં યુવકની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ તે ન મળતા ફરીથી સવારે ફાયર વિભાગની ટીમ દ્વારા યુવકની શોધખોળ શરુ કરતા અંતે તેનો મૃતદેહ પાલ આરટીઓ કચેરીની પાછળના ભાગે તાપી નદી કિનારેથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, ભીમરાડ ગામનો વતની યુવક નિશીત પટેલ કોઈ અગમ્ય કારણસર પોતાની મોટરસાયકલ લઈને કેબલ સ્ટેઇડ બ્રિજ પર ગયો હતો. ત્યારબાદ પોતાના જીવનનો અંત લાવવા માટે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. મોડી રાતનો સમય હોવાને કારણે ફાયર વિભાગ દ્વારા થોડા સમય માટે યુવકની શોધખોળ શરુ કરી દેવામાં આવી હતી. પરંતુ ઘણી શોધખોળ શરુ કરી હોવા છતાં તે મળ્યો ન હતો.
રાત્રીના સમયે આ રીતે તાપી નદીમાં શોધવું ખૂબ જ મુશ્કેલી ભર્યું કામ બની જાય છે. જેથી વહેલી સવારે ફરીથી ફાયર વિભાગની ટીમ કામે લાગી ગઈ હતી અને યુવકની શોધખોળ શરુ કરતા પાલ આરટીઓ કચેરીની પાછળ જ ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, નિશીત પટેલ શ્રી રામ માર્બલમાં કામ કરતો હતો. ત્યારે હવે તેણે તાપી નદીમાં છલાંગ લગાવી દેતા પરિવારજનો પણ શોકની લાગણી છવાઈ ગઈ છે. નિશીત પટેલ ફક્ત 20 વર્ષનો જ હોવાનું જાણવા મળ્યું છે. કયા કારણસર યુવકે આપઘાત કરી લીધો છે. તે અંગે કોઈ પણ પ્રકારની સત્તાવાર માહિતી સામે આવી નથી. ફાયર વિભાગ દ્વારા યુવકનો મૃતદેહ પોલીસને સોંપવા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે તેના પરિવારજનો સાથે પણ વાતચીત કરીને નિવેદન લીધા હતા. પરંતુ કયા કારણસર આપઘાત કર્યો તે અંગે કોઈ ચોક્કસ જાણકારી મળી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.