રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો અલગ અલગ કીમિયા દ્વારા દારુ ઘુસાડતા હોય છે. ત્યારે હાલમાં તો સુરત(Surat) જિલ્લાના ઉમરપાડાનાં શરદા ગામ નજીક પોલીસ અને બુટલેગરો વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જેમાં પાછળ પડેલી પોલીસથી બચવા બુટલેગરોએ ફુલ સ્પીડે કાર હંકારી મોટરસાઈકલ પર સવાર બે પોલીસ જવાનો પર કાર ચડાવી દીધી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. બુટલેગરો પોલીસથી બચવા બંને ગાડીઓ મૂકી જંગલમાં ભાગી ગયા હતા. પોલીસે બંને કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
View this post on Instagram
બંન્ને ગાડીઓ મૂકી જંગલમાં ભાગી ગયા:
ઉમરપાડા પોલીસને બાતમી મળી હતી કે, ઉમરપાડા તરફ ફોર્ચ્યુનર કાર નં. GJ-05-JB-4950 તેમજ એક્સ.યુ.વી કાર નં. GJ-15-CD-2759માં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાનો છે. તેથી બાતમીના આધારે કારને પકડવા પોલીસ ઉભી હતી. આ દરમિયાન બાતમી મુજબની કાર આવી ચડતાં તેને રોકવાનો પ્રયાસ કરતાં મોટર સાયકલ પર સવાર બે પોલીસ જવાનો પર કાર ચડાવવાનો પ્રયાસ કરાયો હતો. સદનસીબે બંન્ને યુવાનોનો બચાવ થયો હતો. જો કે બુટલેગરો પોલીસથી બચવા બંન્ને ગાડીઓ મૂકી જંગલમાં ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
રૂ. 13.82 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો:
પોલીસે પીછો કરતા શરદા ગામ નજીક પેટ્રોલપંપ પાસે કાર મોટર સાયકલ પર ચડાવી બુટલેગર કાર લઈને ફરાર થયો હતો. જો કે સદનસીબે પોલીસ કર્મીઓને ઇજા થઇ ન હતી. બાદમાં અલગ અલગ ગાડીઓમાં પોલીસે ફિલ્મી ઢબે બુટલેગરની ગાડીઓનો પીછો કરતાં બંન્ને કાર ચાલક ઉમરપાડા મુખ્ય બજારમાંથી ગાડી લઈ કેવડી તરફ જવાના માર્ગ પર ભાગ્યા હતા.
જ્યાં કાર મૂકી બંન્ને ચાલકો જંગલમાં ફરાર થઇ ગયા હતા. તેથી પોલીસે કારમાં મૂકેલી વિદેશી દારૂની બોટલો નંગ 505 તેમજ બંન્ને કાર મળી રૂ.13 લાખ 82 હજાર 800નો કુલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.