હજુ તો મેહુલ બોઘરા વિવાદ થમ્યો નથી ત્યાં, અન્ય એક TRB જવાન સામાન્ય જનતા પર રોફ જમાવી લાંચ લેતો ઝડપાયો

ગુજરાત(Gujarat): જામનગર, સુરત સહીત રાજ્યભરના અલગ-અલગ શહેરોમાંથી TRB જવાનોના ગેરવર્તન અંગેના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેવામાં સાબરકાંઠા(Sabarkantha)માં TRB જવાનનો લાંચ માગતો હોવાનો વિડીયો વાયરલ(Viral video) થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વડાલી નજીક લાંચ માંગતા TRB જવાનનો વિડીયો સોશિયલ મીડિયા(Social media)માં વાયુ વેગે વહેતો થયો છે.

TRB જવાનનો લાંચ માગતો વિડીયો થયો વાયરલ:
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠામાં TRB જવાન વાહનચાલકોને રોકીને પોતાનો રોફ જમાવતો હતો. એટલું જ નહિ આ TRB જવાનને કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ વાહનચાલક પાસે આ શખ્સે 4 હજાર રૂપિયાની માંગણી કરી હતી. ફક્ત એટલું જ નહિ પૈસા માગનાર TRB જવાન દ્વારા કારસવારનો મોબાઈલ પણ ઝૂંટવી લેવામાં આવ્યો હતો.

TRB જવાને ઉલટા ચોર કોટવાલ કો ડાંટે જેવી સ્થિતિ સર્જાય હતી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ ઝડપથી વાયરલ થયો છે અને વિડીયો વાયરલ થયા પછી લોકો TRB જવાનની આવી કામગીરી સામે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે આવા TRB જવાનોને કારણે પોલીસની છબી કલંક લાગી રહ્યો છે. ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અંગે કડક પગલાં ભરે તેવી લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી રહી છે.

સુરતમાં 37 જેટલા TRB જવાનોની હકાલપટ્ટી:
સુરત શહેરમાં વકીલ મેહુલ બોઘરા પર સાજન ભરવાડ દ્વારા કરવામાં આવેલો હુમલો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ મામલાને લઈને હાઈકોર્ટમાં મેહુલ બોઘરા દ્વારા જાતે જ કવોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી છે. ત્યારે એડવોકેટ મેહુલ બોઘરા પર થયેલ હુમલા બાદ સુરત ટ્રાફિક પોલીસ પણ એક્શનમાં આવી છે. આ TRB જવાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વાહન ચાલકો સાથે ગેરવર્તન કરતા તેમજ લાંબા સમયથી ફરજ પર હાજર ન રહેતા TRB સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાણવા મળ્યું છે કે, સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 37 જેટલા TRB જવાનોનેને ડીસમિસ કરવામાં આવ્યા છે. વકીલ મેહુલ બોઘરા પર હુમલો કર્યા પહેલા પણ TRB જવાનો વિરુદ્ધ અનેક ફરિયાદો ઉઠી હતી. જેમાં ઘણા લાંબા સમયથી TRB જવાનો વાહન ચાલકો સાથે ગેર વર્તન કરી પૈસાની ઉઘરાણી કરતા હોવાની ફરિયાદો નોંધવામાં આવી હતી. ત્યારે મેહુલ બોઘરા પર હુમલો થયા બાદ TRB જવાનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *