કોરોનાવાયરસને લીધે રવિવારે એક યુગલે કાનપુરના ગુરુદ્વારામાં માસ્ક અને ફેસ શિલ્ડ પહેરી લગ્ન કર્યા. ન્યુઝ એજન્સી એએનઆઈના અનુસાર વાત કરતા વરરાજા ગર્વિત નારંગે કહ્યું કે અમારા લગ્નની તારીખ પહેલાથી નક્કી થઈ ગઈ હતી અને એટલા માટે અમારા લગ્ન માટે કાનપુર ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બ્રહ્મદેવ તિવારી અને વરિષ્ઠ પોલીસ અધિકારી આનંદ દેવ તિવારીની મદદ લીધી.
વરરાજાએ આગળ કહ્યું કે લગ્ન માટે તમામ પ્રકારની સાવધાનીનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. ત્યાં સુધી કે વરમાળા ને પણ સેનેટાઈઝ કરવામાં આવી હતી.સાથે જ લગ્નમાં જોડાયેલા તમામ લોકોને સોશિયલ distance નું પાલન કરાવવામાં આવ્યું હતું અને મહેમાનોને માસ્ક અને ફેસ શિલ્ડ પણ પહેરીને રાખ્યા હતા.
તેમણે આગળ કહ્યું કે આ પ્રકારની ઓછા ખર્ચા વાળા લગ્ન આવા સમયમાં સારા છે, જ્યારે બજારમાં તમામ વસ્તુઓના ભાવ વધી ગયેલા છે.ન્યુઝ એજન્સી એએનઆઈની અનુસાર દુલ્હન અદિતિએ આ વિશે વાત કરતાં કહ્યું કે મેં ક્યારેય પણ વિચાર્યું ન હતું કે મારા લગ્ન lockdown દરમિયાન થશે.
A couple tied the knot wearing masks and face shields at a Gurudwara in Kanpur yesterday, in view of #COVID19 pandemic. As per the guidelines of Ministry of Home Affairs (MHA), gathering of not more than 50 persons is allowed at wedding functions. pic.twitter.com/CnmJUQ1xEH
— ANI UP (@ANINewsUP) May 10, 2020
આ વચ્ચે વરરાજા ની બહેન કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખતા આ લગ્ન કરવામાં આવ્યા. સામાજિક અંતર માટે અમે બંને પરિવારના ફક્ત પાંચ પાંચ સભ્યો ગુરુદ્વારામાં હાજર રહ્યા હતા અને તમામ અન્ય સંબંધીઓએ વિડિયો કોન્ફરન્સ દ્વારા લગ્નમાં હાજર રહ્યા હતા.ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર lockdown દરમ્યાન લગ્નમાં 50થી વધારે લોકોને ભેગા કરવા માં આવવા જોઈએ નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news