આજકાલ રખડતા ઢોર(Stray cattle)નો આંતક દિવસેને દિવસે ખુબ વધતો જાય છે. જેના કારણે લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો છે. તે ઉપરાંત રસ્તે ચાલતા લોકોને પણ અને તફ્લીક થાય છે. રસ્તામાં રખડતા ઢોર ગમે ત્યારે ગમે તેના પર હુમલો કરી દે છે. જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે.
રસ્તા પરથી પસાર થતી એક 90 વર્ષીય મહિલાને આખલાએ શિંગડા મારી ક્યાય ફેંકી દીધી હતી. તે લગભગ 4 ફૂટ દૂર જઈને પડી હતી. જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. આજુબાજુના લોકોએ માંડ માંડ આખલાને ભગાડીને મહિલાને પકડી લીધી હતી. હાલ મહિલાની હાલત ખુબ જ નાજુક છે. મળતી માહિતી અનુસાર, વૃધ્ધા તેના માયકામાં આવી હતી. તે પોતાના ભાઈને રાખડી બાંધીને ઘરની બહાર નીકળી હતી કે થોડે આગળ જતાં આ ઘટના બની હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
આ વૃદ્ધા ગુરુવારે રાખડી બાંધવા તેના માયકે આવી હતી. તે રાખડી બાંધીને કોઈ કામ અર્થે ઘરની બહાર નીકળી હતી. ત્યારે આખલાએ તેના પર હુમલો કર્યો હતો. આખાલાનો હુમલો એટલો ગંભીર હતો કે, વૃદ્ધ મહિલા પડી ગઈ હતી.
આખલાએ મહિલાને શિંગડાથી 4 ફૂટ દૂર ફેંકી – ભાઈને રાખડી બાંધીને ઘરેથી નીકળ્યા હતા, માથામાં ગંભીર ઈજા pic.twitter.com/6PnzHkjbAU
— Trishul News (@TrishulNews) August 12, 2022
અનેક લોકો પર હુમલો કર્યો છે:
માહિતી મળતાં મહાનગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફતેહપુર નગરપાલિકાના EO નૂર મોહમ્મદે કહ્યું- ટીમે બળદને પકડીને ત્યાં બાંધ્યો હતો. આ પછી વેટરનરી ડોક્ટરને જાણ કરવામાં આવી હતી. દરમિયાન, કોઈએ બળદને ખોલ્યો હતો. પહેલાની જેમ, તે ફરીથી શેરીમાં ફરે છે. વિસ્તારના લોકોએ જણાવ્યું કે આખલો ઘણા દિવસોથી લોકો પર હુમલો કરી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.