19 વર્ષની ઉંમરે 8000 રૂપિયામાં શરૂ થયેલી આ કંપનીની કિંમત હાલમાં 35 કરોડ છે, જાણો કેવી રીતે?

હાલમાં રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાંથી એક જાણકારી સામે આવી રહી છે. શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા 19 વર્ષનાં રાજ મહેતાએ દાદા પાસેથી માત્ર 8,000 રૂપિયાની લોન લઈને શરૂ કરેલ ઓટોમોબાઈલનો બિઝનેસ હાલમાં 35 કરોડ સુધી પહોંચાડી દેવાની સફળતા હાંસલ કરી છે.

સૌથી વધારે આશ્ચર્યજનક વાત તો એ છે કે, રાજે પોતાની કંપનીની સ્થાપના માત્ર 15 વર્ષની વયે કરી હતી તથા 17 વર્ષની વયમાં તેણે એક્સપોર્ટ-ઇમ્પોર્ટ માટેનું લાઇસન્સ પણ મેળવી લીધું હતું. આની ઉપરાંત તેણે 19 વર્ષની વયમાં સૌથી યુવા વયમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીના સ્થાપક તરીકે રેકોર્ડ સ્થાપીને માત્ર ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે.

રાજ મહેતા કહે છે કે, નાની એવી ઉંમરમાં મળતા ખિસ્સા ખર્ચીની કરેલ બચતમાંથી ઇ-સાઇકલ બનાવીને પોતાને પડતી તકલીફ તો દૂર કરી હતી. તેમાં મળેલ સફળતા પછી તેણે દિવ્યાંગ અને પેંડલ રિક્ષાચાલકોની તકલીફો દૂર કરવા ઇ ટ્રાઇસિકલ તેમજ ઇ-પેંડલ રિક્ષા બનાવી હતી. હાલમાં માત્ર 19 વર્ષની વયમાં ઇ-સ્કૂટરનું ઉત્પાદન કરવા લાગ્યો છે.

13 વર્ષની વયમાં ઇ-સાઇકલ બનાવવાનો વિચાર આવ્યો :
સંતરામપુર ગામનો વતની રાજ મહેતાના પિતા અને દાદા ફાઈનાન્સનો વ્યવસાય કરતા હતા. તે અભ્યાસ કરવાં માટે અમદાવાદમાં આવેલ મણિનગર વિસ્તારમાં રહેતાં ફોઇને ત્યાં આવ્યો હતો. SG હાઇવે પરની SGVP શાળામાં અભ્યાસ કરતો હતો.

અવરજવર કરવામાં તકલીફ પડતાં તેના પિતાએ તેને સાઇકલ અપાવી હતી પણ સાઇકલમાં આવવા-જવામાં 3 કલાકનો સમય લાગતો હતો. દિવસમાં સતત સાઇકલ પર પ્રવાસ કરીને તે થાકીને લોથપોથ થઇ જતો હતો. તેણે આ ઝંઝટમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય તેમજ કોઇ વ્યક્તિ પર આધારિત રહેવું પડે નહિ એની માટે આ દિશામાં વિચારતો હતો.

પેંડલ રિક્ષાચાલકો માટે પણ બનાવી ઇ-પેન્ડલ રિક્ષા :
તેઓ વિદેશથી મંગાવવામાં આવેલ PCB સર્કિટ, બેટરી તથા મોટરનું કોમ્બિનેશન કરીને સાઇકલમાં ફિટ કરી દીધાં હતાં. પ્રથમ ટ્રાયલ તેના પિતા શૈલેશભાઇને જ કરવા માટે જણાવ્યું હતું. પિતાએ પોતાનું વજન મોટર ખેંચી શકશે કે નહીં એવો પ્રશ્ન કર્યો હતો પણ તેમના અચરજ તથા આશ્ચર્ય વચ્ચે સાઇકલ સડસડાટ દોડવા લાગી હતી.

ત્યારપછી માર્ગ પરથી પસાર થતાં સમયે દિવ્યાંગોની તકલીફ જોઇને તેમની માટે પણ ઇ-ટ્રાઇસિકલ અને પેંડલ રિક્ષાચાલકો માટે પણ ઇ-પેન્ડલ રિક્ષા બનાવી હતી. એક બાદ એક એમ સફળતાનાં શિખરો સર કરતાં રાજને યુવા વર્ગ માટે ઇ-સ્કૂટર બનાવવાનો વિચાર સ્ફૂર્યો હતો. તેણે એને અમલમાં મુક્યો.

હાલમાં નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે :
વિદેશથી રોકાણકારો તથા ભાગીદારી માટે ઓફર આવી રહી છે. આ કંપનીની વેલ્યુએશન કુલ 5 મિલિયન ડોલર એટલે કે, ભારતીય રકમ પ્રમાણે કુલ 35 કરોડ રૂપિયા થાય છે પણ રાજને હજુ આ કંપનીનો વિકાસ કરવો છે. રાજ હાલમાં નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે.

ટૂંક સમયમાં નવા વિભાગમાં ઇલેક્ટ્રિક ક્રાંતિ સ્થપાવાની તેની ઈચ્છા રહેલી છે. રાજની સફળતાને જોઈ ગાંધીનગરમાં આવેલ સ્વર્ણિમ સ્ટાર્ટ-અપ યુનિવર્સિટીએ તેમની યુનિવર્સિટીમાં બી.ઇ.ની ડીગ્રી આપવા માટેની ઓફર કરી હતી. હાલમાં તે આ યુનિવર્સીટીમાં થર્ડ ઇયર બી.ઇ.માં અભ્યાસ કરી રહ્યો છે. તઆની સાથે જ બિઝનેસ પણ સંભાળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *