વાંદરાને બચાવવા જતા રસ્તા પરથી કેટલાય ફૂટ નીચે ખાબકી કાર- હિમ્મત વાળા લોકો જ જુએ આ વિડીયો

હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ના શિમલામાંથી એક ભયાનક કાર અકસ્માતનો વીડિયો(Video of a car accident) સામે આવ્યો છે. આ અકસ્માત એક વાંદરાને કારણે થયો હતો, જેને બચાવવાના પ્રયાસમાં કાર રસ્તાથી કેટલાય ફૂટ નીચે પડી ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં કાર એલિવેટેડ રોડ પરથી સરકીને પાર્કિંગમાં કેટલાય ફૂટ નીચે અથડાય છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે એક વાંદરો કારની સામે આવી ગયો અને કાર ચલાવનાર વ્યક્તિએ તેને બચાવવાના પ્રયાસમાં કાબૂ ગુમાવ્યો.

સીસીટીવીમાં કેદ થયેલા અકસ્માતના વિડિયોમાં કાર રોડની બાજુની રેલિંગ તોડીને શિમલાની હોટેલ હિમલેન્ડના પાર્કિંગમાં પડી હતી જે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. અચાનક જ ઉપરથી નીચે કાર ખાબકતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાય ગયો હતો.

ઘટના દરમિયાન, સ્થળ પર હાજર બે રાહદારીઓ કારમાં ફસાયેલા લોકોને બચાવવા માટે દોડતા જોવા મળે છે. થોડી જ વારમાં કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ઘણા લોકોની ભીડ ત્યાં એકઠી થઈ જાય છે. ઘણી જહેમત બાદ લોકો કારને સીધી કરીને તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા.

કારમાં 4 વર્ષના બાળક સહિત એક જ પરિવારના ત્રણ લોકો સવાર હતા. સદનસીબે, અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ ન હતી, દરેક જણ બચી ગયા હતા. કાર દિલ્હીથી રામપુર જઈ રહી હતી. શિમલામાં, વાંદરાઓનું શેરીઓમાં ફરવું અને પ્રવાસીઓ પાસેથી ખાદ્યપદાર્થો છીનવી લેવાનું સામાન્ય છે. વાંદરાઓનો ભય એ મુખ્ય ચિંતાઓમાંની એક છે જેના કારણે રાજ્ય સરકારે તેમની વસ્તીને નિયંત્રિત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *