તાજેતરમાં એક રુવાડા ઉભા કરી દેતી ઘટના બનવા પામી છે. જેમાં અઢી મહિનાના સમયગાળા દરમિયાન શ્રમજીવી પરિવારનાં બાળકનું બે વખત અપહરણ થઇ જતા અડાલજ પોલીસ દ્વારા બાળક ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે દિવસમાં એકવાર વિઝિટ કરીને તેના ભરણપોષણની પણ જવાબદારી નિભાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જાણવા મળ્યું છે કે, ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારનાં ભોળપણનો ફાયદો ઉઠાવી નવજાત શિશુનુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી નર્સની ઓળખ આપીને અપહરણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ આ અંગે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સીધી સુચનાથી ક્રાઇમબ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની પોલીસ ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બાળકને બનાસકાંઠામાંથી છોડાવવામાં આવ્યું હતું. આ ઘટનામાં આરોપી અસ્મિતા ડાહ્યાભાઇ ભારથી અને જીગ્નેશ ભારથીને ઝડપી લેવામાં આવ્યા હતા. આ કિસ્સામાં પ્રેમીની ઇચ્છા પુરી કરવા પ્રેમિકાએ અપહરણ કર્યાનું જાણવા મળ્યું હતું.
આ ઉપરાંત 05 જુનના રોજ અડાલજના ત્રીમંદીર પાસે રહેતા શ્રમજીવીની માતા પેડલ સાયકલ લઇને કાગળ વિણતા હતા. આ દરમિયાન સાયકલની પાછળ બનાવેલા પારણામાંથી આ બાળક ગાયબ થઇ ગયું હતું. અઢી મહિનામાં ફરી બાળક ગુમ થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ દ્વારા જુના અપહરણકરતા પ્રેમી પંખીડાની પુછપરછ કરી પણ કાંઇ જાણવા મળ્યું નહોતું.
જેથી આ અંગે પોલીસ દ્વારા ગુનાની ગંભીરતા જોઇને 500થી વધારે સીસીટીવી ફૂજેટ તપાસી અજાણ્યા બાઇક ચાલકની ઓળખ કરવામાં આવી હતી. પોલીસને સેક્ટર 21માં આ બાઇક ચાલક દેખાયો હતો. પાછળ એક મહિલા બેઠી હતી અને આ બાઇક ચિલોડા તરફ ગયું હતું. ચિલોડા દહેદામ, મોડાસા, મેઘરજ અને ગુજરાત બોર્ડર સુધીનાં સીસીટીવી તપાસતા આ બાઇક રાજસ્થાનના બાંસવાડા તરફ જતું જોવા મળ્યું હતું.
આ દરમિયાન તપાસ કરતા આ બાઇક બાંસવાડાના દિનેશ નામના વ્યક્તિનું હોવાનું સામે આવ્યું હતું. આખરે ક્રાઇમબ્રાંચ દ્વારા બાંસવાડામાં દરોડા પાડીને તોરણા ગામેથી આ બાળકને કબ્જે કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસ હવે સતર્ક બની હતી અને ફરી આવી ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા આ બાળકની પહેરેદારી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.