દેશપ્રેમ હોય તો આવો: સુરતના નાના ભૂલકાઓએ ભેગી કરી ખિસ્સા બચત અને સેના માટે આપ્યું મોટું દાન

સુરત(Surat): આપણે સૌ જાણીએ છીએ કે, આપણો કે આપણા દીકરા-દીકરી કે કોઈ પણ સબંધીનો જન્મદિવસ ખુબ જ ધામધૂમ પૂર્વક કેક કાપીને ઉજવીએ છીએ અથવા તો ચોકલેટ વહેચીને આપના જન્મદિવસને ઉજવીએ છીએ. પરંતુ સુરતથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને દિલથી બિરદાવવા લાયક છે. સુરતમાં આવેલ શ્રી ઈશ્વર પેટલીકર નાગરિક પ્રાથમિક શાળા(Shri Ishwar Patlikar Primary School)ના બાળકોએ જન્મદિવસે ચોકલેટ વહેચવાને બદલે રકમ એકત્ર કરી વીરજવાનોના પરિવાર માટે અર્પણ કરી હતી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક 16ના બાળકોએ પોતાના જન્મદિવસે ચોકલેટ વહેચવાને બદલે શહીદાંજલી બોક્ષમાં રકમ એકત્ર કરી હતી. ગઈ કાલના રોજ આ બોક્ષમાં એકત્ર થયેલા રૂ. 12000/- ની રકમ જય જવાન નાગરીક સમિતિ સુરતને વીરજવાનોના પરીવારને આપવા માટે અર્પણ કરી હતી.

ઈશ્વર પેટલીકર નગર પ્રાથમિક શાળાના આચાર્ય વૈશાલીબેન સુતરીયા તથા શિક્ષિકા હંસાબેન પટેલ અને બાળકોએ જય જવાન નાગરિક સમિતિ સુરતના ટ્રસ્ટી કાનજીભાઇ ભાલાળા તથા રમેશભાઈ વાઘાણીની મુલાકાત લઇ રકમ જમા કરાવી હતી. જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી 1999 થી અત્યાર સુધીમાં 339 વીરજવાનોના પરિવારોને કુલ રૂપિયા 5.16 કરોડની સહાય સન્માન સાથે અર્પણ કરી છે. સંસ્થાનો મુખ્ય હેતુ પરિવારોને મદદ ઉપરાંત નવી પેઢીમાં રાષ્ટ્રીયચેતના પ્રગટાવવાનો છે.

સરકારી શાળાઓ માં ઉદાહરણ રૂપ આ ઈશ્વર પેટલીકર શાળામાં બાળકો ના સર્વાંગી ધડતર માટે પ્રયાસ થાય છે. દર વર્ષે એકત્ર થયેલી અ રકમ જવાનો માટે આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ખુબ નાના પરિવારોના બાળકોની કુલ રૂ. 43000/- જવાનોના પરિવાર માટે આપવામાં આવ્યા છે. શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ તેની રાષ્ટ્રીયભાવના બદલે અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *