લ્યો બોલો: રાજકોટમાં ડ્રગ્સને પણ ટક્કર મારે તેવો નશાનો ‘ચોકલેટી’ કારોબાર જોઇને પોલીસ પણ ગોટે ચડી 

રાજકોટ(ગુજરાત): હાલમાં પોલીસ દ્વારા ડ્રગ્સ અને દારૂ તેમજ નશાના કારોબારને ઝડપી પાડવામાં આવે છે. આ દરમિયાન ફરીવાર સીઆઇડી ક્રાઇમ દ્વારા એક અઠવાડિયામાં બીજી વખત નશાયુક્ત પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો છે. ચાર દિવસ પહેલા સીઆઇડી ક્રાઇમ દ્વારા રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી 700 ગ્રામ ગાંજાના જથ્થા સાથે કેતન દવે નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન આજરોજ શહેરના તિરૂપતિ સોસાયટી શેરી નંબર 11મા પ્રભાતસિંહ ચુડાસમાના મકાનમાં ભાડે રહેનાર આરોપી રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તાને નશાયુક્ત ચોકલેટના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

સીઆઇડી ક્રાઇમ નામ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચૌહાણ અને તેમની ટીમને આ અંગે ચોક્કસ રાહે બાતમી મળી હતી કે, રાજકોટ શહેરના તિરૂપતિ સોસાયટી શેરી નંબર 11માં પ્રભાતસિંહ ચુડાસમાના મકાનમાં ભાડે રહેનાર આરોપી રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા ગાંજા યુક્ત ચોકલેટનું વેચાણ કરી રહ્યો છે. જાણવા મળ્યું છે કે, આ બાતમીના આધારે દરોડો પાડતા સાત કોથળા ભરેલા ચોકલેટ કબ્જે કરવામાં આવ્યા છે. તેમજ સ્થળ પરથી અલગ-અલગ કંપનીની 798 જેટલી ચોકલેટના પૅકેટ પણ મળી આવ્યા છે.

જાણવા મળ્યું છે કે, સીઆઇડી ક્રાઇમની પ્રાથમિક પૂછપરછમાં આરોપી દ્વારા પાનના ગલ્લા નાના વેપારીઓને એક પેકેટ 75 થી 100 રૂપિયાના ભાવે વેચવામાં આવતું હતું. તેમજ એક પેકેટમાં 40 નંગ ચોકલેટ આવતી હતી. જે પ્રતિ નંગ દુકાનદાર 10 રૂપિયામાં વેચતો હતો. આ દરમિયાન, હાલ સીઆઇડી ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ ચોકલેટમાં ગાંજાનું પ્રમાણ કેટલું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આરોપી મૂળ બિહારનો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તેમજ છેલ્લા દોઢ વર્ષથી ઉત્તર પ્રદેશ ખાતેથી નશાયુક્ત ચોકલેટ લાવતો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સતત એક અઠવાડિયામાં બીજી વખત રાજકોટ સીઆઇડી ક્રાઇમ દ્વારા નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *