આખી દુનિયા આ સમયે કોરોનાવાયરસ જેવી મહામારી સામે ઝઝૂમી રહી છે અને મંદિર, મસ્જીદ થી લઈને ચર્ચને ગુરૂદ્વારા પણ બંધ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં વાયરસના સંક્રમણની રોકવા માટે લગભગ ૭૦૦ વર્ષ બાદ યરૂશાલેમમાં એ પવિત્ર ચર્ચને પણ બંધ કરી દેવામાં આવ્યું છે જ્યાં ઈસુ ને શૂળી પર લટકાવવામાં આવ્યા હતા.
જણાવી દઈએ કે યરૂશાલેમ ના આ જ ચર્ચમાં ઈસુને સુલી પર લટકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ત્યાં જ દફન કરવામાં આવ્યા હતા. ખ્રિસ્તીઓ માટે દુનિયાનું સૌથી પવિત્ર સ્થળ આસનને માનવામાં આવે છે.આના પહેલા આ ચર્ચા 1349 માં પ્લેગની બીમારીને કારણે બંધ કરવામાં આવ્યું હતું.
સાલ 1347 માં આખા એશિયામાં બ્લેક પ્લેગ ફેલાયા બાદ આ ચર્ચને પહેલી વખત બંધ કરવામાં આવ્યું હતું. બ્લેક પ્લેગના કારણે યુરોપમાં લાખો લોકોનું મૃત્યુ થયું હતું.
જણાવી દઈએ કે બ્લેક પ્લેગના કારણે દરિયામાં મહિનાઓ સુધી 12 જહાજ રોકાયેલા હતા. જ્યારે મહામારીનો પ્રકોપ પૂરો થયો તો જહાજમાં ચાલક મરી ચૂક્યા હતા અને વધારે પ્રવાસીઓનું પણ મૃત્યુ થઈ ગયું હતું. લોકો આ તસવીરો જોઈ ખરાબ રીતે ડરી ગયા હતા.
આજ ચર્ચની સૌથી રોચક વાત એ જ છે કે તેની ચાવી એક મુસ્લિમ પરિવારની પાસે રહે છે. આવું છેલ્લી 8 પેઢીઓથી ચાલતું આવ્યું છે.આ ચર્ચના બંધ થવાથી ચાવી રાખનાર પરિવારે કહ્યું કે ચર્ચ અને બંધ થતાં જ જોવું ખૂબ દુખદ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news