પૂર્વ દિલ્હીના ત્રિલોકપુરી વિસ્તારમાં બુધવારે રાત્રે 6 વર્ષની દલિત છોકરી પર બે શખ્સોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પરિવારે પોલીસ પર FIR નોંધવામાં વિલંબનો આરોપ લગાવ્યો છે. છોકરીના એક સંબંધીએ કહ્યું, ‘તે રડતી રડતી ઘરે આવી. તેના હાથ તેના ફ્રોક સાથે બંધાયેલા હતા. તેણે કહ્યું કે તેને દુખ થયું છે. પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી વહી રહ્યું હતું. જ્યારે ફરીથી પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, બે લોકોએ મારી સાથે બળજબરી કરી હતી. બદમાશોએ ધમકી આપી હતી કે જો તેઓ જીભ ખોલશે તો પરિવારના સભ્યોને મારી નાખશે.
યુવતીના પરિવારના સભ્યોનો આરોપ છે કે દિલ્હી પોલીસ FIR નોંધવામાં વિલંબ કરી રહી છે. તેમણે કહ્યું કે, આનાથી પરિવારમાં બદનામી થશે. જોકે, પોલીસનો દાવો છે કે આ ઘટના બાદ તરત જ એફઆઈઆર નોંધવામાં આવી છે. DCP પ્રિયંકા કશ્યપના જણાવ્યા અનુસાર, ‘છોકરીનું મેડિકલ ચેકઅપ મોડી રાત્રે કરવામાં આવ્યું હતું અને તેની હાલત ઠીક છે. જેને લીધે પીડીતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ન હતી. પીડિતાનું નિવેદન લેવામાં આવ્યું છે અને 34 વર્ષના પડોશીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી પરિણીત છે.
બળાત્કારની આ ઘટના બની તે વિસ્તારમાં દલિતોના થોડા મકાનો છે. મોટાભાગના લોકો દક્ષિણ ભારતીય છે જેઓ લાંબા સમયથી અહીં રહે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બળાત્કારના આરોપમાં પકડાયેલ આરોપી પણ દક્ષિણ ભારતીય છે.
છેલ્લા બે અઠવાડિયામાં દિલ્હીમાં સગીર દલિત પર બળાત્કારની આ બીજી ઘટના છે. આ પહેલા કેન્ટના નાંગલ ગામમાં એક દલિત યુવતી પર બળાત્કાર થયો હતો. બુધવારે બપોરે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મશાનગૃહમાં બનેલા મંદિરના પૂજારી પર બળાત્કારનો આરોપ છે. આ ઘટના સામે અહીં હજુ પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીડિત પરિવારને 10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.