ચીનમાંથી ફેલાયેલો કોરોના વાઇરસ હવે અમેરિકા અને યુરોપમાં પણ આવી ચૂક્યો છે. ચીન બાદ ઇટલી આ વાયરસથી સૌથી વધારે પ્રભાવિત થયું છે.રવિવાર સુધી આ વાયરસથી ઇટલીમાં 366 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે તેમજ અમેરિકામાં અત્યાર સુધી 22 લોકોનો જીવ લઇ ચુક્યો છે.આવા માહોલમાં યુગલો લગ્ન કેન્સલ કરી રહ્યા છે અને ઘણા યુગલો એ પોતાની હનીમુન ટ્રીપ કેન્સલ કરી દીધી છે. તેમજ ઇટલીમાં સરકાર તરફથી લગ્ન ઉપર હાલમાં રોક લગાવી દેવામાં આવી છે.
અમેરિકામાં રહેતી એમિલી વેબ અને કેવિન એપ્રિલ મહિનામાં લગ્ન કરનાર છે.તેના લગ્નમાં ઘણા મહેમાનો વિદેશથી આવવાના છે. લગ્ન અને હનીમુન ટ્રીપ કેન્સલ કરવાથી તેમણે લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. એટલા માટે આ કપલ અત્યારે પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે. કપલ મહેમાનોને પણ કહેવાના છે કે જો તેઓ સંપૂર્ણ સ્વસ્થ અનુભવ કરે તો જ લગ્નમાં આવે.
શિકાગોમાં રહેતા માઈક હિંસ અને મેગન મૈકેન ગ્રીસમાં હનીમૂન માટે જનાર છે. તેમને ચિંતા છે કે હનીમુન ટ્રીપ કેન્સલ કરવાથી તેમના ઘણા પૈસા વ્યર્થ થઈ જશે. કપલને ડર છે કે ક્યાંક તેમના હનીમૂન ડેસ્ટિનેશનને જ બંધ કરી દેવામાં ન આવે.
જણાવી દઈએ કે ઈટલીમાં દોઢ કરોડ લોકો ઉપર યાત્રા કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.ઇટલીના એક મોટા ભાગમાં ટુરીસ્ટ કે ત્યાંના નાગરિકોને પણ પ્રવેશ કરવાની પરવાનગી નથી.
ઇટલી કોરોના વાયરસથી વધારે પ્રભાવિત થયો છે. ઘણા સ્વાસ્થ્ય તજજ્ઞોનું કહેવું છે કે લોકો મોટા સાર્વજનિક કાર્યક્રમોમાં જવાનું ટાળે અને ઘરમાં જ સમય પસાર કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.