રાજકોટમાં અંધશ્રદ્ધાએ કોળી દંપતીનો જીવ લીધો: જાતે જ ગળું હવનકુંડમાં હોમ્યું

રાજકોટમાં માનવ બલી: વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાના પણ અંધશ્રદ્ધા (Superstition) ના બનાવો સામે આવી રહ્યા છે, અંધશ્રદ્ધામાં અંધ બનતા પહેલા ચેતી જજો, નહિતર નહિ થવાનું થશે. ત્યારે આવી જ એક ઘટના Rajkot માંથી સામે આવી છે. રાજકોટમાં અંધશ્રદ્ધાનો રૂવાડા ઉભા કરી દે તેવો અને ચોંકાવનારો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. અંધશ્રદ્ધામાં વિંછિયાના રહેવાસી એક પતિ-પત્નીએ પોતાનું જીવન હોમી દીધું છે.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર રાજકોટના વિંછીયા નજીક પતિ-પત્ની બંન્નેએ પોતાના મસ્તક હવનકુંડમાં હોમી દીધા હતા. પતિ-પત્નીનું નામ હેમુ મકવાણા અને હંસાબેન મકવાણાએ છે, તેમણે અંધશ્રદ્ધામાં કહેવાતા શબ્દ કમળ પૂજા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

આ સમગ્ર ઘટના વિષે મળેલી માહિતી અનુસાર રાજકોટમાં આવેલા વીંછીયામાં પોતાના ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ પત્ની બન્ને એ પોતાના મસ્તક હવન કુંડમાં હોમી દીધા છે. તમને આ વાત સાંભળીને અરેરાટી થશે પરંતુ આ હકીકત છે. પતિ પત્નીનીએ પોતાની બળી આપતા પહેલા બન્નેએ બે સુસાઈટ નોટ પણ ટીંગાડી હતી, વળી સુસાઈટ નોટ સાથે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ હતો.

પરંતુ આ તાંત્રિક વિધિ કરવાની સલાહ આપનાર કોણ છે તે હજુ પણ એક મોટો સવાલ છે. કમળ પૂજા કરી પતિ પત્નીએ જીવન ટૂંકાવ્યું હતું. પતિ પત્નીએ રાત્રીના સમયે તાંત્રિક પૂજા વિધિ કરીને હવન કુંડમાં પોતાના મસ્તક હોમી દીધા હતા. આ દંપતીએ આવ્ચું પગલું ભરતા પહેલા પોતાના બે સંતાનની પણ ચિંતા કરી નથી અને બન્ને જણાંએ પોતાની જિંદગીનું બલિદાન આપ્યું હતું.

આ ઘટનાની મળેલી માહિતી અનુસાર તાંત્રિક વિધિમાં પતિ પત્નીએ પોતાના મસ્તક હવન કુંડમાં હોમતા પહેલા આગલા દિવસે પુત્ર અને પુત્રીને મામાના ઘરે મૂકી આવ્યા હતા. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે, પતિ પત્ની બન્ને છેલ્લા ત્રણ વર્ષથી તાંત્રિક વિધિની પૂજા કરતા હતા.

તાંત્રિક વિધિમાં હવન કુંડમાં કમળ પૂજા કરવામાં માટે પોતે જ લોખંડનો માચડો બનાવ્યો હતો. હાલ પતિ પત્ની બન્નેના મૃતદેહને પી.એમ માટે વીંછીયા સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા ટીમ સાથે ઘટના સ્થળે દોડી અવી હતી અને માનવ બલી ના સમગ્ર મામલે વિંછિયા પોલીસ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *