લોકડાઉન વચ્ચે ચીનના પર્યટન સ્થળ પર ભીડ, કોરોના ફેલાવાની શક્યતા

ચીનના વુહાન શહેરમાંથી કોરોનાવાયરસ ના ફેલાવાની શરુઆત થઈ હતી.હવે ચીનમાં આ વાયરસની અસર ઓછી થઈ ગઈ છે પરંતુ આખી દુનિયામાં આ જીવલેણ વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. આ મહામારી ના ફેલાયા બાદ પણ એવું લાગી રહ્યું છે કે ચીનના લોકોએ તેનાથી પાઠ નથી ભણ્યો.

ચીનમાં વિકેન્ડ પર લોકપ્રિય પર્યટન સ્થળો અને મુખ્ય શહેરોમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઇ ત્યાં સ્વાસ્થ્ય અધિકારીઓએ ચેતવણી આપી હતી.અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યું છે કે કોરોનાવાયરસ મહામારી થી પેદા થયેલ જોખમ હજી પણ પૂરું નથી થયું.

જણાવી દઈએ કે 4 એપ્રિલ એટલે કે શનિવારે ચીનમાં એક પહાડ પર બનેલા પાર્કમાં હજારો લોકો એકસાથે ભેગા થઈ ગયા જેનાથી સંક્રમણ ફરીથી ફેલાવવાની આશંકા છે. જ્યારે દુનિયાના વધારે દેશોમાં lockdown છે એવા સમયમાં જ આ તસવીરોએ પુરી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

જણાવી દઈએ કે મહિનાઓ સુધી lockdown ના કારણે ઘરમાં કેદ હોવાના કારણે લોકો યાત્રા પ્રતિબંધો ના ખતમ થયા બાદ બહાર નીકળવા માટે ઉત્સુક હતા.

ચીનમાં લોકપ્રિય પર્યટન સ્થળ પર જવા માટે એટલી ભીડ હતી કે સવારે સાત વાગ્યે અધિકારીઓએ એક નોટિસ જાહેર કરવી પડી.એ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે પાર કપની 20000 વ્યક્તિની દૈનિક ક્ષમતા સુધી પહોંચી ગયું છે અને સ્થાનીય પ્રશાસન અનુસાર તેનાથી વધારે પર્યટકોને અહીંયા જવાની અનુમતિ આપવામાં ન આવી શકે.

આ વચ્ચે શાંઘાઈમાં પ્રસિદ્ધ પાસે એક વાર ફરી દુકાનદારોએ દુકાનો ખોલી અને મોટી સંખ્યામાં પર્યટકો પોતાના સામાન સાથે પહોંચી ગયા.અઠવાડિયાઓ સુધી પર્યટન સ્થળ ખાલી રહ્યા બાદ હવે શહેરમાં ઘણા રેસ્ટોરન્ટ જે બંધ કરવામાં આવ્યા હતા તેના વેપારમાં તેજી આવી છે. લોકોને ત્યાં જગ્યા નથી મળી રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *