BIG BREAKING: આધાર-પાન લિંકિંગને લઈને સૌથી મોટા રાહતના સમાચાર- વાંચો જલ્દી

Aadhaar Card – Pan Card Link: કેન્દ્ર સરકારે આધાર-પાન લિંકિંગને લઈને લોકોને એક મોટી રાહત આપી દીધી છે. સરકારે આધાર-પાન લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023થી વધારીને 30 જુન 2023 કરી નાખી છે. આ રીતે લોકોને હવે આ બન્ને દસ્તાવેજોના જોડાણ માટે 3 મહિનાનો વધુ સમય મળશે.

અત્યાર સુધી છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હોવાથી લોકો લિંક માટે દોડાદોડી કરતાં હતા. આ માટે સરકારે 1 હજાર રુપિયાની ફી નક્કી કરી હતી. સરકાર દ્વારા અગાઉ એવું પણ કહેવાયું હતું કે 31 માર્ચ 2023 પછી આધાર-પાન લિંક માટે 10,000 રુપિયાનો દંડ લાગશે જોકે હવે લોકો આ બન્ને મહત્વના દસ્તાવેજો જોડાવા માટે વધુ 3 મહિનાનો સમય મળી ગયો છે.

મોદી સરકારે પાન કાર્ડ અને આધાર લિંક કરવાની સમયમર્યાદામાં વધારો કર્યો છે. સરકારે લિંક કરવા માટે વધુ ત્રણ મહિનાનો સમય આવ્યો છે. એટલે કે હવે 30 જૂન સુધી આધાર અને પાન કાર્ડ લિંક કરી શકાશે. PAN ને આધાર સાથે લિંક કરવાની વર્તમાન સમયમર્યાદા 31 માર્ચ, 2023 છે. ઇકોનોમિક ટાઇમ્સે આ અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે.

આધાર-PAN લિંક કરવાની સમયમર્યાદા ભૂતકાળમાં ઘણી વખત લંબાવવામાં આવી છે. 31 માર્ચ, 2022 પહેલા લિંક કરવાની પ્રક્રિયા મફત હતી. 1 એપ્રિલ, 2022 થી 500 રૂપિયાની ફી લાદવામાં આવી હતી અને 1 જુલાઈ, 2022 થી વધારીને 1,000 રૂપિયા કરવામાં આવી હતી. ગયા વર્ષે જુલાઈમાં સંસદમાં શેર કરાયેલ સરકારી ડેટા અનુસાર, કુલ 61,73,16,313 (6.17 કરોડ) વ્યક્તિગત PANમાંથી, 46,70,66,691 (4.67 કરોડ) પાન-આધાર સાથે જોડાયેલા હતા.

….ભરવો પડી શકે છે 10,000 રૂપિયા સુધીનો દંડ:
જો આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક નહિ કરો તો તમારું પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જશે. જેથી મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક એકાઉન્ટ ખોલવા જેવી વસ્તુઓની મંજૂરી તમને આપવામાં આવશે નહીં. આ સિવાય જો તમે આ પાનકાર્ડનો ક્યાંય પણ દસ્તાવેજ તરીકે ઉપયોગ કરો છો તો તમને મસમોટો દંડ પણ થઈ શકે છે. જો વાત કરવામાં આવે તો આવકવેરા અધિનિયમ 1961ની કલમ 272 બી હેઠળ તમને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જશે તો પડશે આ મુશ્કેલી:
જો તમારું પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જશે તો 5 લાખથી વધુનું સોનું નહિ ખરીદી શકો. પાનકાર્ડ ઇનએક્ટિવ હશે તો ટેક્સ રિટર્ન પણ ફાઇલ નહિ કરી શકો. બેંકમાં 50 હજારથી વધુ રૂપિયા ભરી કે ઉપાડી નહિ શકો. તમે મ્યુચ્યુઅલ ફંડ અથવા નાણાકીય યોજનાઓમાં રોકાણ કરી શકશો નહીં. કોઈપણ પ્રકારના આર્થિક વ્યવહાર અટકી જશે. સરકારી યોજનાઓનો લાભ લેવામાં પણ મુશ્કેલીઓ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *