ઉત્તરપ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાંથી એક એવી માહિતી સામે આવી છે કે જાણીને તમે પણ કહેશો કે બાપ રે બાપ! જી હા વીરપુર ગામમાં એક યુવકે પોતાના ભાઇની સાસુને ભગાડી ઘરમાં લઇ આવ્યો. પરિવારવાળાઓએ વિરોધ કર્યો તો જમાઇએ ફોન કરીને પોલીસને બોલાવી લીધી. પોલીસે સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. જો કે પોલીસનું એમ પણ કહેવું છે કે આ કેસમાં કોઇ પોલીસમથક આવ્યું નથી.
મળતી માહિતી પ્રમાણે વિજય કુમારના પુત્ર નનકુ બાબા પોતાના મોટાભાઇની સાસુને મલખનવા ગામથી ભગાડીને ઘરે લઇ આવ્યો. સાસુ પણ જમાઇની સાથે સહમતિથી આવી ગઇ. આ માહિતી જ્યારે પરિવારવાળાને મળી તો બંનેના ઘરમાં રોકાવાને લઇ વિવાદ થયો. ડરના માર્યા જમાઇ વિજયે ફોન કરીને પોલીસને બોલાવી લીધી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરી તો આ કેસ સાંભળી સ્તબ્ધ થઇ ગઇ. મારપીટ ના કરવાની ચેતવણી આપી પોલીસ પાછી ફરી.
ગામમાં આ ઘટનાને લઇ ચારેયબાજુ અલગ-અલગ વાતો થવા લાગી. દીકરી હવે પોતાની માતાની જેઠાણી બની ગઇ છે. ઘરવાળા આ સંબંધને કોઇપણ ભોગે સ્વીકારવા તૈયાર નથી. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસ પોલીસ સ્ટેશનને પ્રભારી દદન સિંહે કહ્યું કે આ પ્રકરણની માહિતી તેમની પાસે નથી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થવા અને પોલીસ દ્વારા પૂછપરચ્છ કરવા પર તેમણે કહ્યું કે બંને સગીર છે. સહમતિથી રહેવાની છૂટ કાયદામાં આપી છે. આ સમગ્ર પ્રકરણમાં કોઇ ફરિયાદ આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.