જ્યારે અન્ય લોકો તમારી પ્રશંસા કરે છે ત્યારે તમે ગર્વ અનુભવો છો. અમે આ વિશે વાત કરી રહ્યા છીએ. કારણ કે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર પેટ્રોલ પંપ એટેન્ડન્ટની પુત્રી વિશે ખૂબ જ મીઠી પોસ્ટ શેર કરી હતી અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આર્ય રાજગોપાલનને IIT કાનપુરમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ મળ્યો અને તેમની પ્રેરણાદાયી વાર્તા અધ્યક્ષે શેર કરી.
વાયરલ પોસ્ટમાં આર્ય તેના પિતા સાથે પોઝ આપતી જોઇ શકાય છે. પિતા કેરળના ઇન્ડિયન ઓઇલ સ્ટેશનમાં એટેન્ડન્ટ તરીકે કામ કરે છે. આર્યને ઉચ્ચ શિક્ષણ માટે આઈઆઈટી કાનપુરમાં પ્રવેશ મળ્યો. શ્રીકાંત માધવ વૈદ્યએ પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, ‘હું ઇન્ડિયન ઓઇલના ગ્રાહક એટેન્ડન્ટ રાજગોપાલનની પુત્રી આર્યની પ્રેરણાદાયી વાર્તા શેર કરું છું. આર્યએ આઈઆઈટી કાનપુરમાં પ્રવેશ મેળવીને અમને ગૌરવ અપાવ્યું છે. આર્યને શુભકામનાઓ.
અપલોડ થયા બાદ આ તસવીરને 12,000થી વધુ લાઈક્સ મળી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ બાળકી અને તેના પિતાને અભિનંદન આપ્યા હતા. આઈએએસ અધિકારી પી મણિવન્નાને પિતા-પુત્રીની જોડીને ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી છે. નેટીઝન્સે કોમેન્ટ બોક્સમાં છોકરીની મહેનતની પ્રશંસા કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.