જામનગરની કરૂણ ઘટના: કુવામાંથી મળી આવી બળદ અને ખેડૂતની લાશ

જામનગર(ગુજરાત): તાજેતરમાં જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના સોરઠા ગામે એક રુવાડા ઉભા કરી દેતી ઘટના બનવા પામી છે. અહી એક કૂવામાંથી ખેડૂત અને બળદના મૃતદેહ મળી આવ્યા છે. ફાયર બ્રિગેડને જાણ થતા ભારે જહેમત કરી અને આ બંને મૃતદેહો કાઢવામાં આવ્યા છે ત્યારે ખેડૂત કૂવામાં બળદને કાઢવા જતા મૃત્યુ પામ્યા હોવાની શક્યતા સેવાઈ રહી છે.

જાણવા મળ્યું છે કે, કાલાવડ તાલુકામાં સોરઠા ગામ આવેલું છે જ્યાં આજે કૂવામાંથી ખેડૂત અને બળદના કોહવાયેલા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આશંકા છે કે, બળદને બચાવવા માટે ખેડૂત અંદર પડ્યો હશે. જોકે, આસપાસના રહીશોએ આ ઘટના અંગે સ્થાનિક સ્તરે સત્તાધીશોને જાણ કરી ત્યારબાદ આજે પોલીસની અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

આ કૂવાને જોતા તેની ઉંડાઈ 48 ફૂટથી વધારે હોવાનું જણાઈ રહ્યું છે. જોકે, કૂવો કાચો હતો અને અંદર પથ્થરનું ચતરણ નહોતું. ફાયરની ટીમ કૂવા પર રેસ્ક્યૂ સીડી મૂકીને દોરડાઓ સાથે ખાટલો નાખી બળદ અને ખેડૂતનો મૃતદેહ ખાટલા સાથે બાંધી કાઢવામાં આવ્યો હતો.

આ દરમિયાન, આ ખેડૂત કેવી રીતે કૂવામાં પડી ગયા તેની સ્પષ્ટ વિગતો તો પોલીસની તપાસ બાદ જ બહાર આવશે. આ મામલે સ્થાનિકો પોલીસને વધુ વિગતો આપે ત્યારબાદ જ સમગ્ર ઘટના જાણી શકાશે. હાલ તો પ્રાથમિક રીતે બળદને કાઢવા જતા ખેડૂત કૂવામાં ડૂબી ગયા હોવાની શક્યતા સેવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *