લાખો યુવાનોના દિલ તોડી કેટરિના કૈફે વિકી કૌશલ સાથે કરી લીધી સગાઇ- જાણો હકીકત

આજકાલ બોલિવૂડમાં લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. અનિલ કપૂરની પુત્રી રિયા કપૂરે તાજેતરમાં જ તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે કેટરીના કૈફે પણ સગાઈ કરી લીધી છે. રિપોર્ટ્સ અનુસાર, બોલિવૂડનું ફેવરિટ કપલ એટલે કે કેટરિના કૈફ અને વિકી કૌશલે સગાઈ કરી લીધી છે.

આ વાત બોલિવૂડમાં ખુબ જ ફેલાઈ ગઈ છે. જોકે, સગાઈ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. જણાવી દઈએ કે તેમની સગાઈના સમાચાર વિરલ ભાયાણીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, બંનેએ સગાઈ કરી લીધી છે અને માત્ર સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.

થોડા મહિના પહેલા એવા સમાચાર પણ આવ્યા હતા કે કેટરિના અને વિકી બંને લગ્ન કરવાના છે. બંને પોતાના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. ઉપરાંત બંને ઘણીવાર સાથે પણ જોવા મળે છે. વિકી ઘણીવાર કેટરિનાના ઘરની બહાર જોવા મળે છે. આ ઉપરાંત, બંને વેકેશન પર જવાની અને સેલિબ્રેશનને લાઈણે પણ ચર્ચા ઉભી થઇ છે. જો આપણે બંનેના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો કેટરિના રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમાર સાથે જોવા મળશે.

આ સિવાય તે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે ફિલ્મ ફોન ભૂતમાં પણ જોવા મળશે. ટાઇગર 3માં સલમાન સાથે કેટરિના પણ જોવા મળશે. તે જ સમયે, કેટરીના વિકી તેના કેટલાક પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યો છે. આશા છે કે ટૂંક સમયમાં બંને એક જ સ્ક્રીન પર સાથે જોવા મળશે.

બોલિવૂડમાં એવા ઘણા લોકો છે જે કેટરીનાને પ્રેમ કરે છે. તે પોતાના ડાન્સ અને લુકથી ચાહકોના દિલ પર રાજ કરે છે અને વિક્કીએ ખૂબ જ ઓછા સમયમાં પોતાનો એક ફેન બેસ પણ બનાવ્યો છે. વિક્કીએ ઘણા ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું પણ છે કે તે કેટરીનાને ખૂબ પ્રેમ કરે છે. છેલ્લા ઘણા સમયથી બંનેના ડેટિંગના અહેવાલો પણ આવ્યા હતા. હાલ મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, આ માત્ર અફવા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *