સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે અચંભિત થઇ જશો.
કોરોના મહામારી બાદ લોકોમાં ફૂડ ડીલીવરીની માંગ ખુબ જ વધી ગઈ છે. મોબાઇલ પર થોડી જ મીનીટોમાં ફક્ત એક ક્લિક પર લોકો પોતાનું મનપસંદ ખાવાનું ઓર્ડર કરી રહ્યા છે. આ ખાવાનું મંગાવવામાં આવેલ ઓર્ડર આપના દરવાજે પહોંચાડવામાં આવે છે. જોકે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાની સુવિધા ઉપલબ્ધ છે પરંતુ તેમાં કેટલીક ખામીઓ પણ છે.
ભૂતકાળમાં, અમે ઘણી વખત જોયું છે કે કેવી રીતે ડિલિવરી બોય્સ ગ્રાહકને જે ઓર્ડર આપવાના છે તેમાંથી ખોરાક બહાર કાઢી લે છે. તાજેતરમાં વાયરલ થયેલો એક વીડિયોમાં ગ્રાહકનું ખાવાનું ચોરતો એક ડિલિવરી બોય દેખાય છે. તેણે રસ્તાની બાજુમાં બેસીને ખોરાક ખાય છે અને પછી તેને ફરીથી પેક કરી દે છે.
વાયરલ વીડીઓમાં આપણે જોઈ શકીએ છીએ કે, ડિલિવરી બોય રસ્તાની બાજુમાં બેઠો હતો. તેની બાઇક તેની બાજુમાં પાર્ક કરેલી છે. એક પછી એક, તે ફૂડ પેકેટ ખોલે છે અને તેના ટિફિન બોક્સમાં ખોરાકનો મોટો ભાગ નાખવાનું શરૂ કરે છે. ડિલિવરી બોયે ગ્રાહક દ્વારા મંગાવેલા ખોરાકમાંથી નૂડલ્સ, કેટલાક તળેલા નાસ્તા અને સૂપ પણ લઇ લે છે. ત્યારબાદ તે ખાવાનું ફરીથી પેક કરી દે છે. આ વિડીઓને ગાર્ડન સ્ટેટ મિક્સ દ્વારા યુ ટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે. જ્યાં તેને 185 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.