કોરોનાના કહેર આગળ આખી દુનિયાની ઝડપ ધીમી પડી ગઈ છે. લોકો પોતાના ઘરોમાં કેદ છે. આ વચ્ચે પ્રદૂષણના ઓછા થવાની ખબરો આવી રહી છે. ભારતની બે પ્રમુખ નદીઓનું પાણી પણ હવે સારું દેખાય રહ્યું છે. ગંગા જમુના નું પાણી એટલું સ્વચ્છ થઈ ગયું છે કે લોકો ચકિત રહી ગયા છે.
હકીકતમાં કોરોનાવાયરસ ને લીધે ભારતમાં ૨૧ દિવસ નું lockdown કરવામાં આવ્યું છે. જેના કારણે ઇન્ડસ્ટ્રી બંધ છે.નાનાથી લઈને મોટા મોટા કારખાનાઓ પણ કોરોનાવાયરસ ના ડર થી બંધ પડ્યા છે. આ જ કારણ છે કે આ નદીઓનું પાણી સ્વચ્છ થઈ ગયું છે.
દિલ્હીમાં યમુનાનું પાણી એટલું સાફ દેખાઈ રહ્યું છે કે લોકો ચકિત રહી ગયા છે. કારણકે યમુનાનું પાણી હંમેશા ગંદુ દેખાતું હતું.તમામ કારખાનો માંથી નીકળતો કચરો યમુનામાં જ પડતો હતો. આ જ કારણ છે કે હવે પાણી નિર્મળ થવા લાગ્યું છે.
ત્યાં સુધી કે દિલ્હીમાં યમુનામાં ગંદકીને કારણે પહેલાસફેદ ફીણ જેવું દેખાતું હતું પરંતુ હવે નદીનું પાણી બિલકુલ સ્પષ્ટ થઇ ગયું છે.
આ બાજુ ગંગા નદી પણ ખૂબ નિર્મળ દેખાઈ રહી છે. કાનપુર અને બનારસ જેવા શહેરોમાં પણ ગંગા નદીનું પાણી સ્વચ્છ દેખાઈ રહ્યું છે. બનારસમાં ગંગાકિનારે ચાલનારી ગોળીઓ પણ રોકાયેલી છે પરંતુ ગંગા નદીનું શાંત જળ ખૂબ સુખદ અનુભૂતિ કરાવી રહ્યું છે.
જોકે બનારસમાં હજુ પણ મોટા મોટા નાળાઓ વગર કોઇ રોકે ગંગા નદીમાં પડી રહ્યા છે. તેમ છતાં lockdown ના કારણે પંદર દિવસો માં ગંગા નદી ની સ્થિતિ સારી થઈ છે.
કાનપુર માં પણ ગંગા નદી સ્વચ્છ દેખાઈ રહી છે.અહીંયાના ગંગાના ઘાટ ના કિનારે રહેતા લોકો પણ માને છે કે થોડા સમયમાં ગંગા નિર્મળતા અને શુધ્ધતા વધી છે.