માનવ અને કૂતરા વચ્ચે એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે, શ્વાન એક વફાદાર પ્રાણી છે જે તેની વફાદારી માટે જાણીતું છે. તમે માણસો અને કૂતરાઓ સાથે ઘણી ફિલ્મોને લગતી ઘણી કહાની જોઇ હશે અથવા તો સાંભળી હશે, પરંતુ આજે અમે તમને એક એવા શ્વાનની વાર્તા વિશે કહેવા જઈ રહ્યા છીએ જે શ્વાન માત્ર તેના માલિક પ્રત્યે જ વફાદાર જ નથી, પરંતુ તેના માલિક દ્વારા કહેવામાં આવેલ દરેક કામ પણ કરે છે અને તેમના માલિકના કામનો ઘણોખરો ભાર પણ ઉપાડે છે.
આજે, અમે તમને જે શ્વાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તે શ્વાન ખરેખર તેના માલિકની દુકાનમાંથી દૂધ લઇ આવે છે અને કોઈ પણ મદદ કે સહાય વિના તે આખા ગામમાં લોકોને દૂધ પહોંચાડે છે. તમને આખી ઘટના જાણીને નવાઈ લાગશે, ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના..
અમે તમને આજે વિશ્વાસુ અને વફાદાર શ્વાનની વાર્તા કહેવા જઈ રહ્યા છીએ તે શ્વાન ખરેખર તમિલનાડુના એક ગામનો છે. આ આઠ વર્ષનો મણિ કૂતરો તેના માલિક પ્રત્યે એટલો વફાદાર અને વિશ્વાસુ છે કે તે દરરોજ પોતાના માલિકના ધંધામાં મદદ કરવા માટે 25 લિટર જેટલુ દૂધ તેના ખભા પર લઈ જઈ અને ગામમાં લોકોને વહેંચે છે. તમને વિચારતા નવાઈ લાગશે કે શ્વાન આવું કેવી રીતે કરી શકે છે?, તો પછી અમે તમને જણાવીએ કે આ વિશ્વાસુ અને વફાદાર શ્વાનને તેના માલિક દ્વારા એવી રીતે તાલીમ આપવામાં આવી છે કે તે સરળતાથી કોઈ પણ મુશ્કેલી વિના આખા ગામના લોકોને દૂધ વહેંચે છે.લોકો પણ આ શ્વાનને ખૂબ જ પ્રેમ કરે છે.
તામિલનાડુનો રહેવાસી થેંગાવલી નામના વ્યક્તિને આ શ્વાન ગંભીર હાલતમાં મળી આવ્યું હતું. થેંગવાલી નામના આ વ્યક્તિએ આ શ્વાનને તેના ઘરે લાવ્યો અને તેની ઘણી સેવા કરી અને ખુબ જ સાચવ્યો તે હંમેશા થોંગવાલીની સાથે રહ્યો. થેંગાવલી નામના વ્યક્તિ પાસે કુલ પાંચ ગાય છે અને તે ગામમાં દૂધ વેચતા તેનું ગુજરાન ચલાવે છે. જ્યારે થેંગાવલી ગામ વાળા ની ઘરે દૂધ આપવા માટે જાય ત્યારે મણિ પણ તેમની સાથે જતો હતો.
આવી રીતે દરરોજ થેંગાવલી સાથે દૂધ વેચીને ઘરે આવતા ત્યાં સુધીમાં, આ શ્વાનને દૂધ કોને પહોંચાડવું, ક્યારે પહોંચાડવું અને ક્યા માર્ગો પર કેમ દૂધ પહોંચાડવા જવું તે વિશે સંપૂર્ણ માહિતી હતી. ત્યારબાદ, એક દિવસ થેંગવાલીના મગજમાં એક સુંદર વિચાર આવ્યો કે મણિને ફક્ત દૂધ આપવા માટે ગામમાં કેમ મોકલવામાં આવે, જેને લીધે પોતાનો સમય બચે અને તે અન્ય કામ પણ કરી શકે. આ પછી, થેંગવાલીએ મણિ માટે લાકડાનું સ્ટેન્ડ બનાવ્યું અને તે સ્ટેન્ડ તેને મણિના ખભા સાથે બાંધ્યું અને તેના પર 25 લિટર દૂધ મૂક્યું અને સંપૂર્ણ સૂચના અનવે માર્ગદર્શનની સાથે ગામમાં મોકલ્યો.
તમને જાણીને ખુબ જ આશ્ચર્ય થશે કે ઘરે-ઘરે જઈને આ શ્વાન દૂધ પહોંચાડતું જેને લીધે લોકોએ તેના પર ઘણો વિશ્વાસ મુકવાનો શરૂ કર્યું. હવે આ શ્વાન જ્યાં પણ જાય છે, ત્યાં લોકો તે શ્વાનને દૂધ અને બિસ્કિટ ખાવા માટે પણ આપે છે. ગામના બાળકો પણ મણિ દ્વારા ખૂબ જ આકર્ષિત અને પ્રભાવિત થયા હતા અને તેઓ ખાલી સમયમાં શ્વાન મણિ સાથે પણ રમવા લાગ્યા હતા. થેંગાવલી કહે છે કે અગાઉ તે અને તેની પુત્રી દૂધ આપવા આખા ગામમાં જતા હતા પણ વફાદાર અને વિશ્વાસુ મણિ આવ્યા પછી તેમનું કામ ખૂબ જ સરળ અને આસાન થઈ ગયું. આવી જ રીતે આ શ્વાન પોતાના માલિકનું અને ગામના લોકોનો વિશ્વાસુ બની ગયું.આ શ્વાન અને માનવનો પ્રેમ ક્યારેક જ જોવા મળે છે.
જો તમને આ માનવ અને શ્વાન વચ્ચેના સંબંધની વાર્તા સારી લાગી હોય તો અન્ય લોકોને શેર કરજો જેથી તે લોકો પણ આ વાર્તામાંથી કંઈક શીખી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.