ઊના-ભાવનગર હાઇવે પર પથ્થર ભરેલા ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવતા પલટી મારી ગયો ટ્રક, ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત 

હાલમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળ્યો છે. નાના-મોટા વાહનો વચ્ચે અકસ્માત સર્જાતાં જ રહે છે. આ દરમિયાન હજી એક એવો કેસ સામે…

હાલમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળ્યો છે. નાના-મોટા વાહનો વચ્ચે અકસ્માત સર્જાતાં જ રહે છે. આ દરમિયાન હજી એક એવો કેસ સામે આવ્યો છે જેમાં ઉના ભાવનગર હાઇવે રોડ પર એક ટ્રક ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવી દીધો અને ટ્રક પલટી ખાઈ ગયો અને ટ્રક ચાલકનું મોત નીપજ્યું.

ઊના ભાવનગર હાઇવે રોડ પર પથ્થર ભરેલા ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવી દેતા ટ્રક પાલ્ટી ખાતા ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અંગેની મળતી માહિતી મુજબ, ગીગાભાઇ રૂખડભાઇ ચૌહાણ ઉંમર 55 અને ભાટીકડા મહુવામાં રહેતા હતાં. તે ટ્રક નં.જીજે 14 ટી 4647માં પથ્થર ભરીને મહુવા તરફ જતા હતા.

આ દરમિયાન ઊના નજીક વ્યાજપુર ગામ પાસે કાર ચાલકને બચાવવા જતા પોતે સ્ટેરીંગ પર કાબુ ગુમાવી દીધો અને ટ્રક પલ્ટી ખાઈ ગયો હતો. ટ્રક પલ્ટી ખાતા ડ્રાઇવરે પોતાનો જીવ બચાવવા માટે કુદકો માર્યો અને આ દરમિયાન ટ્રકના પાછળનું વીલ શરીર પર આવી જતાં ગીગાભાઇનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યુ હતું. આ ઉપરાંત પથ્થર ભરેલો ટ્રક પલ્ટી ખાતા રસ્તા પર જ પથ્થરો વેરાય ગયા હતા.

આ અકસ્માત થતાં વાહન ચાલકો તેમજ આજુબાજુમાંથી લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા. ધટનાની જાણ પોલીસને કરતા પોલીસ સ્થળ પર પહોચી હતી અને મૃતદેહને ઊના સરકારી હોસ્પીટલમાં પી.એમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ મૃતકના પરીવારને કરવામાં આવી અને તેમના પુત્ર તરત ઊના પહોચ્યા હતા. આ ઘટનાની પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વાંસોજ ઓલવાણ રોડ પર રાત્રીના સમયે બાઇક નં.જીજે 11 કેકે 9727 પર ડબલ સવારીમાં બે યુવાનો તડ ગામે જઈ રહ્યા હતા. આ દરમિયાન બાઇક સ્લીપ થઈ જતાં બાઇક પાછળ બેઠેલા નવીનકુમાર સીપાઇલાલને બાઇક અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી.

જેથી તાત્કાલીક ઊના ખાનગી હોસ્પીટલે સારવાર અંગે ખસેડાવામાં આવ્યો હતો. જ્યારે વધુ સારવાર માટે વેરાવળ રીફર કરવામાં આવ્યો હતો. કમનસીબે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે બાઇક ચાલકને પણ ઇજા થતાં હાલ સારવારમાં છે. આ અંગે નવાબંદર મરીન પોલીસમાં મૃતકની પત્નિએ ફરીયાદ નોંધાવી અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *