હાલમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. આ દરમિયાન ફરીવાર એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે જેમાં ડીસા તાલુકાના કાંટ ગામ નજીક મારૂતિ સુઝુકી કાર અને આઇશર ટ્રક સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી સારવાર માટે ભણશાળી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જયારે ટ્રક ચાલક આઇશર ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો.
જાણવા મળ્યું છે કે, આ અંગે ડીસા તાલુકા પોલીસ દ્વારા આઇશર ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના કાંટ ગામ રોડ ઉપર પાંજરાપોળ નજીક મારૂતિ સુઝુકી કાર નં. જીજે-08-એફ-5917 અને આઇશર ટ્રક નં. જીજે-05-ડીએક્સ-4517 સામસામે ટકરાતાં અકસ્માતનો સર્જાયો હતો.
આ દરમિયાન મારૂતિ સુઝુકી કારમાં સવાર ધર્મેશભાઇ અશોકકુમાર લોધાને માથાના ભાગે અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને 108 વાન મારફતે સારવાર અર્થે ભણશાળી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી ડીસાની ક્રિષ્ના ઇમેજીંગ સેન્ટરમાં સીટી સ્કેન કરાવવા માટે લઇ ગયા હતા.
જ્યાં સારવાર દરમિયાન જ તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે ડીસાની ક્રિષ્ના ઇમેજીંગ સેન્ટરમાંથી લાશને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઉપરાંત આઇશર ટ્રકનો ચાલક આઇશર ટ્રક મૂકી ફરાર થઇ ગયો હોવાનું સામે અવાયું હતું. આ સમાચાર વાયુવેગે પરિવારને મળતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.