પોરબંદરનો રૂવાંડા ઊભા કરી નાખતો CCTV વિડીયો- કાર ચાલકે બે બાળકોને ફંગોળતા ઘટના સ્થળે જ મોત

પોરબંદર(ગુજરાત): હાલમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. આ દરમિયાન, પોરબંદર જિલ્લામાં આજે એક ગમખ્વાર અકસ્માતમાં બે બાળકોના કરૂણ મોત નીપજ્યા છે. હાઇવે પર રોડની કેડીએ ચાલ્યા જતા બે બાળકોને બેફામ ગતિએ આવી રહેલી ઈનોવા કારના ચાલકે ફંગોળતા બંને બાળકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. ઘટનાના બાદ કાર ચાલક ડરના માર્યો ફરાર થઇ ગયો છે. આ બનાવના સીસીટીવી વીડિયો પોલીસને હાથ લાગ્યા છે જેમાં બાળકોને કચડ્યા હોવાનું જોવા મળે છે.

મળતી માહિતી મુજબ, આજે પોરબંદરના દેગામ નજીક બે બાળકોનાં કરૂણ મોત નીપજ્યા હતા. જી.જે. 01 પાસિંગની ઈનોવા કારે રોડની સાઇડમાં ચાલ્યા જતા બે બાળકોને સાઇડમાંથી ફંગોળ્યા હતા. કારની અડફેટે કચડાઈ જતા બે બાળકોનાં કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ ટીમ દેગામ હાઇવે પર પહોંચી હતી. આ અકસ્માત બાદ જી.જે. 01 એચએસ 188 નંબરની ઇનોવા કાર નજીકની વાડીમાં દિવાલ તોડીને ઘૂસેલી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જાણવા મળ્યું છે કે, અકસ્માતમાં કારનું બોનેટ ભાંગીને ભુક્કો થઈ ગયું હતું જેના પરથી કારની સ્પીડ કેટલી હશે તેનો અંદાજ પણ લગાવી શકાય છે. પરંતુ, આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તે વીડિયોમાં બાળકો રોડની સાઇડમાં હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. પોલીસ દ્વારા આ બાળકો ક્યાંના છે તેની તપાસ શરૂ કરી અને ભાગી ગયેલા કાર ચાલકને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ પોરબંદરના દેગામના સ્થાનિક વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો છે. સીસીટીવી વીડિયોમાં પૂરપાટ ઝડપે આવતી કાર જોવા મળી તેના પરથી અકસ્માતનો ઘટનાક્રમ જાણવામાં પોલીસને સરળતા થઇ શકે છે. ઉપરાંત, પોલીસ આગામી સમયમાં કાર ચાલકને શોધવાનો પ્રયાસ કરશે. આ દરમિયાન, બાળકોના મૃતદેહને પણ રસ્તા પરથી પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, આ રોડ પર ફોર લેન ડિવાઇડર વાળો રસ્તો ન હોવાથી આ રસ્તાની એક ગતિ મર્યાદા પણ હોય છે. પરંતુ, કાર ચાલકે જે રીતે ટક્કર મારી તેના પરથી કાર ચાલકની જ બેદરકારી હોય તેવું લાગી રહ્યું છે. બાકી ઘટનાનું સમગ્ર સત્ય તો પોલીસ તપાસના અંતે જ બહાર આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *