હાલમાં સમગ્ર દેશમાં ચોમાસાંને કારણે સારો એવો વરસાદ પણ વરસી રહ્યો છે. વરસાદને રસ્તા પર ઘણીવાર અકસ્માત થતાં હોય એવી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં આવી જ એક ઘટના સામે આવી રહી છે.વાપી હાઇવે પર મુંબઇથી સુરત બાજુ જતી કાર ચાલકે કાબુ ગુમાવતાં જ ડિવાઇડર કૂદીને રોંગ સાઇડમાં ટેમ્પોની સાથે અથડાઈ હતી.
જેથી કાર ચાલકનું તો ઘટનાસ્થળ પર જ મોત નિપજયું હતું. આ અકસ્માતમાં કારનો કચ્ચરધાણ જ નીકળી ગયો હતો.વાપી હાઇવે પર UPL કંપનીની સામે જ ‘વાઈબ્રન્ટ વેજીટેબલ માર્કેટ’ ની નજીક રવિવારનાં રોજ બપોરનાં સમયે 1.30 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો.
મુંબઈથી સુરત બાજુ જતી ક્રેટા કારનાં ચાલકે કાબૂ ગુમાવતાની સાથે જ કાર ડિવાઇડર કૂદીને રોંગ સાઇડમાં ટેમ્પોની સાથે અથડાઈ ગઈ હતી. કારમાં સવાર 1 વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત પણ થયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટનાસ્થળ પહોંચી ગઈ હતી.
ડ્રાઈવિંગ સીટ પર ફસાયેલ યુવકનાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો તેમજ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો. હજુ સુધી કાર ચાલકની કોઈ જાતની માહિતી મળી નથી.કારનાં નંબર પરથી તપાસ કરતાં જાણવા મળ્યું કે, આ કાર અંજના નામની મહિલાનાં નામ પર નોધાયેલ છે.
આ મહિલા અમદાવાદની વતની છે. જો, કે પોલીસ મૃતક વ્યક્તિની ઓળખની દિશામાં તપાસ પણ ચાલી રહી છે.ટેમ્પોનાં ડ્રાઈવરે જણાવતાં કહ્યું હતું, કે મુંબઈ બાજુથી કાર આવી રહી છે. આ દરમિયાન કાર ચાલકે કાબૂ ગુમાવતાની સાથે જ સીધી રોંગ સાઈડમાં આવીને મારા ટેમ્પોની સાથે અથડાઈ ગયો હતો.
ટેમ્પો ઉભો રાખીને જોવાં જતાં કારનો કચ્ચરઘાણ જ નીકળી ગયો હતો. કારમાં માત્ર 1 જ વ્યક્તિ સવાર હતી જેનું ઘટનાસ્થળ પર મોત પણ નીપજ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews