હાલમાં લોકોને પ્રેરણારૂપ બને એવી એક જાણકારી સામે આવી છે. 25 વર્ષ સુધી ભૂતપૂર્વ VVIP-VIPના ડ્રાઇવર રહી ચૂકેલ યુવકે એક અકસ્માતમાં હાથ-પગ ગુમાવ્યા હોવાં છતાં જાતે જ આવકનો રસ્તો શોધી કાઢીને આત્મનિર્ભરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
એકસમયે સૌરાષ્ટ્રના એક પ્રખ્યાત મિનિસ્ટરની લાલ લાઇટવાળી કાર લઈને સમગ્ર રાજ્યમાં દોડતા ડ્રાઇવર સંતોષ મિશ્રાને હાલમાં પેટિયું રળવા માટે શાકભાજી વેચવાનો સમય આવ્યો છે. 25 વર્ષ સુધીમાં ફક્ત એક જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના 2 મંત્રીઓ, 2 ધારાસભ્યો તથા સુરતના ખ્યાતનામ બિલ્ડરો તથા ઉદ્યોગપતિઓ તેમજ સામાજિક આગેવાનો સહિત અનેકવિધ લોકોની કારનું ડ્રાઇવિંગ કરી ચૂકેલ સંતોષ મિશ્રાએ પોતાના વતન બનારસ જતી વખતે ટ્રેનમાંથી નીચે પડી જતાં એક હાથ તથા એક પગ ગુમાવવાનો વારો આવ્યો હતો.
આની સાથે જ પરિવારની જવાબદારી પૂરી કરવા માટે આર્થિક ટેકો પણ રહ્યો ન હતો. જો કે, જાતે જ રસ્તો શોધી કાઢીને હાલમાં સ્કૂટરની પાછળ લારી બાંધીને વરાછા વિસ્તારમાં શાકભાજી વેચીને પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યાં છે. સંતોષ મિશ્રા કહે છે કે, મારી સર્વિસ દરમિયાન જે-જે શેઠ લોકોની સાથે મેં કામ કર્યું છે કે, તેમણે મારા પર ખૂબ જ વિશ્વાસ મૂક્યો હતો.
તેમને મારા કામથી સંતોષ હતો એનો મને ખુબ આનંદ છે. હાલમાં માંડ મારું પેટ ભરી શકું એવી પરિસ્થિતિમાં છું. હાલના સમયમાં જ્યારે કોઈ નાની-મોટી મુશ્કેલીઓ આવે અથવા તો આર્થિક સંકડામણ જેવી અનેકવિધ બાબતોથી માણસ કંટાળીને આપઘાત કરી લે ત્યારે આ સંતોષ મિશ્રા જેવા મજબૂત મનોબળની વ્યક્તિ પાસેથી આત્મનિર્ભર બનવાની પ્રેરણા લઈ શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle