ગુજરાતના રાજકોટના કુવાડવા રોડ પર બેટી પુલ નજીક STના ડ્રાઇવરને ઓવરટેક મુદ્દે કારચાલક સાથે માથાકૂટ થઇ હતી. ST બસ ડ્રાઈવરની દાદાગીરી સામે આવી છે. અવારનવાર એસટી ડ્રાઈવરોની લાપરવાહી સામે આવે છે. બાદમાં STના ડ્રાઇવર પ્રવીણ ભૂવાએ લોખંડની પાઇપ કાઢી કારચાલકના પરિવાર પર હુમલો કરી દીધો હતો. આ બનાવમાં કારચાલકની પત્ની વચ્ચે પડતા તેના હાથમાં પાઇપ મારી દેતા હાથમાં ફ્રેક્ચર આવ્યું છે.
અમદાવાદ-જૂનાગઢ રૂટની જીજે 18 ઝેડ 5529 નંબરની બસ હતી. ઇજાગ્રસ્ત કારચાલકની પત્નીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં કારચાલકે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ-અમદાવાદ હાઇવે પરનો વીડિયો વાયરલ થયો છે. અમદાવાદ-પોરબંદર રૂટની બસના ડ્રાઇવરનો વીડિયો સામે આવ્યો છે. રાજકોટમાં ST બસ ડ્રાઇવરની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પરનો વીડિયો વાયરલ થયો છે.
મળતી માહિતી અનુસાર, કારચાલક પ્રકાશભાઇ પટેલે જણાવ્યું હતું કે, બુધવારે તેઓ મોડી સાંજના પત્ની, પુત્રી સાથે અમદાવાદથી રાજકોટ આવી રહ્યા હતા. કાર તેનો પુત્ર ચલાવી રહ્યો હતો. ત્યારે કુવાડવાના બેટી પુલ પાસે અચાનક બાઇક ચાલક આડો ઉતરતા બ્રેક મારી હતી. આથી પાછળથી ઓવરટેક કરી રહેલી એસટી બસના ડ્રાઇવરને પણ બ્રેક મારવાની ફરજ પડી હતી. બાદમાં ડ્રાઇવર લોખંડની પાઇપ લઇને આવ્યો અને મારામારી કરવા લાગ્યો હતો. તેમજ પાઇપ વડે બધાને માર મારવા લાગ્યો હતો. પુત્રને પગમાં પાઇપ મારી હતી અને પત્ની ચેતનાબેનને હાથમાં પાઇપ મારતા ફ્રેક્ચર આવ્યું છે. લોખંડના પાઇપથી મહિલાને ઇજા પહોંચાડી હતી. મહિલાને હાથમાં ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.