શરુ ગાડીએ ડ્રાઈવરને આવી ગઈ ઊંઘ અને પછી… -જુઓ અકસ્માતનો ભયંકર વિડીયો

Truck Accident Viral Video: ઘણી વખત લોકો વાહન ચલાવતી વખતે ખૂબ જ બેદરકાર બની જાય છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ટ્રક ડ્રાઈવર સૂઈ રહ્યો હતો. તેની સાથે અન્ય 3 સાથી હતા અને સુતા હતા તે દરમિયાન ટ્રકનો અકસ્માત થાય છે, જેના કારણે તમામ લોકો ટ્રકમાં ફસાઈ જાય છે. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક ટ્રક ડ્રાઈવર તેના અને તેના સાથીદારોના જીવની પરવા કર્યા વિના ટ્રક ચલાવવાનું શરૂ કરે છે અને વિડીયો જોઈને એવું લાગે છે કે આ ટ્રક ડ્રાયવર પોતાની સાથે અન્ય લોકોના પણ જીવ જોખમમાં નાખી મોટ સામે રમી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને લોકો સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગયા છે અને વાયરલ થતા આ વીડિયોને જોયા બાદ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ વીડિયોને cctvidiots નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે. આ વાઇરલ વિડીયો માત્ર 14 સેકન્ડનો જ છે ત્યારે આ વીડિયો જોયા બાદ એક યુઝરે કહ્યું- જો જીવ છે તો જહાન છે તો અન્ય યુઝરે ટિપ્પણી કરતા લખ્યું – ભાઈ… તમારે પોતાના નઈ પણ બીજાના જીવનનું ધ્યાન રાખવું જોઈએ.સુવાના ચક્કરમાં બધાને સુવડાવી દીધા.

આ વિડીયો પરથી આપણે સમજી શકીએ છીએ કે બેદરકારીનું શું પરિણામ આવી શકે છે અને જો આપણે થોડું પણ ધ્યાન ન આપીએ તો આપણે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *