સાત મહિના પહેલા બી.ડિવિઝના પોલીસે એમ.ડી.ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો તેમાં સપ્લાયર રૈયાધાર સ્લમ ક્વાટર્સમાં રહેતી સુધા સુનિલ ધામેલિયાનું નામ સામે આવ્યું હતું. પોલીસને જાણ થતા જ સુધા અન્ડરગ્રાઉન્ડ થઇ ગઈ હતી.
આ દરમિયાન શનિવારે સાંજે સુધા ગવલીવાડમાં તેની પૌત્રીને મળવાની માહિતી મળી હતી. એસઓજીના પીએસઆઇ અન્સારી, હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ ઝાલા અને બે મહિલા કોન્સ્ટેબલ સોનાબેન મુળિયા અને શાંતુબેન મુળિયા કાર દ્રારા ગવલીવાડ પહોંચી ગયા હતા. ઘરની બહાર એક્ટિવામાં ઊભેલી સુધાએ કારને જતા તેને ખબર પડી હતી કે, આ કાર પોલીસની છે. શેરી-ગલીઓમાં આરોપી સુધાએ તેનું એક્ટીવા દોડાવ્યું હતું. કારમાં પીએસઆઇ અંસારીએ બે શેરી સુધી તો એક્ટિવાની પાછળ ગયા હતા પરંતુ સાંકડી શેરીમાં કાર લઇ જવી ખુબ મુશ્કેલ હતું.
પરંતુ સમય બગાડ્યા વગર 2 મહિલા કોન્સ્ટેબલ કારમાંથી ઉતરી ગયા હતા અને ત્યાં નજીકમાં રહેતા એક વ્યક્તિને પોતાની ઓળખ આપીને તેનું એક્ટીવા લઇ લીધું હતું. અને સુધાની પાછળ જવાનું શરૂ કર્યું હતું. સુધા શેરી-ગલ્લીઓ બદલીને ભાગી રહી હતી અને પાછળ બંને મહિલા કોન્સ્ટેબલ ફિલ્મી રીતે તેનો પીછો કરતી હતી.
છેવટે આરોપી સુધા બંધ શેરીમાં પહોંચી ગઈ હતી અને તેના માટે ત્યાંથી ભાગવું ખુબ મુશ્કેલ બની ગયું હતું. તેની સાથે જ બંને મહિલા કોન્સ્ટેબલે તેને પકડી લીધી હતી. ત્યારે પીએસઆઇ અંસારી સહિતની ટીમ પણ પહોંચી ગઇ હતી. અગાઉ મારામારી અને જુગારના ગુનામાં પણ આરોપી સુધાને પોલીસે ધડપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.