સાઇક્લોનિક સર્ક્યુલેશને કારણે આવનારા 48 કલાકમાં 40થી 60 કિમીની ગતિ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ(ગુજરાત): ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. તેવામાં ગુલાબ વાવાઝોડું(Rose hurricane) બંગાળની ખાડી(Bay of Bengal)થી મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર(North-western region of Madhya Pradesh) તરફ આગળ વધી રહ્યું છે. તેમજ આગામી 24 કલાકમાં ગુલાબ વાવાઝોડું(Hurricane) ગુજરાત(Gujarat) સુધી પહોંચી જશે તેવી સંભાવના છે. જેને લીધે હવામાન વિભાગે સર્જાનારી સાઇક્લોનિક સરક્યુલેશન(Cyclonic circulation)ની અસરથી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવ્યા પછી અમદાવાદ(Ahmedabad) સહિત રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ગતિના પવનો અને વીજળીના કડાકા(Lightning strikes) સાથે હળવોથી ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી પણ કરી છે.

સાઇક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 40થી 60 કિલોમીટરની ગતિના પવનો અને વીજળીના કડાકા ભડકા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં 28 સપ્ટેમ્બરે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડી શકે છે. જ્યારે 29 સપ્ટેમ્બરે હળવોથી ભારે તેમ જ બુધવારે 30 સપ્ટેમ્બરના રોજ રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.

28 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડી શકે છે. જયારે 29 સપ્ટેમ્બરે 40થી 60 કિમીની ગતિના પવન સાથે દ.ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તેમજ 30 સપ્ટેમ્બરના રોજ ભારેથી અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નોર્થ-ઈસ્ટ અરેબિયન સમુદ્ર પર દરિયાની સપાટીથી 3.1 કિલોમીટરની ઉંચાઈ પર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જે સાઉથ-વેસ્ટવાર્ડસ તરફ આગળ વધી રહ્યું છે. બીજું સાયકલોનિક સરક્યુલેશન મધ્યપ્રદેશના નોર્થવેસ્ટ પર સર્જાયું છે. જેના લીધે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *