હાલમાં એક ખુબ આશ્વર્ય પમાડે એવી જાણકારી સામે આવી છે. તાળું બનાવતું એક વૃદ્ધ દંપતી સોશીયલ મીડિયા પર ખુબ ચર્ચામાં આવ્યું છે. સત્યપ્રકાશ શર્માએ પોતાની પત્ની રુક્મિણીની સાથે મળીને કુલ 300 કિલો વજનળું બનાવ્યું હતું. આ તાળાની બનાવટમાં દંપતીને કુલ 60 કિલો પિત્તળ તથા લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલમાં તેઓ તાળાની બનાવટને અંતિમ ઓપ આપી રહ્યાં છે.
તાળાની બનાવટમાં દંપતીને વર્ષનો સમય લાગ્યો:
આ દંપતીને આ તાળાને બનાવવામાં અંદાજે વર્ષથી વધારેનો સમય લાગ્યો હતો. તોતિંગ 300 કિલોના તાળાને બનાવવા માટે તેમણે 1 લાખથી પણ વધારે રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
દંપતી રામ મંદિર માટે તાળું બનાવવા ઇચ્છે છે :
દંપતીએ કહ્યું હતું કે, તેઓ એવું કાર્ય કરવા ઇચ્છતા હતા કે, જેના દ્વારા તેમનું નામ રોશન થાય. તેમણે નરેન્દ્ર મોદી તથા યોગી સરકારને અપીલ કરી હતી કે આ તાળાને દેશમાં આયોજાતાં પ્રદર્શનોમાં એક મોડલ તરીકે મૂકવામાં આવે. આ દંપતીએ અયોધ્યામાં નિર્માણ થઈ રહેલ રામ મંદિર માટે પણ એક ભવ્ય તાળું બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
12 કિલોની ચાવી :
આ તાળાની લંબાઈ 6 ફૂટ 2 ઈંચ તથા પહોળાઈ 2 ફૂટ સાડા 9 ઈંચ છે. આ તાળાની ચાવી 40 ઈંચની છે, જેનું વજન અંદાજે 12 કિલો જેટલું થાય છે.
પત્નીએ ખૂબ સારો સહયોગ આપ્યો :
તાળાની બનાવટમાં વૃદ્ધની પત્ની રુક્મિણીએ પણ તેમની ખુબ મદદ કરી હતી. એમનાં પત્નીના સાસરે પણ તાળાંની બનાવટનું કામ કરાતું હતું, જેને લીધે તેઓ તાળાં બનાવટની કળા ત્યાંથી જ શીખીને આવ્યાં હતાં. તેમના પતિને હૃદયરોગની તકલીફ હોવાને લીધે 300 કિલોનું તાળું બનાવતી વખતે રુક્મિણીએ પતિની મદદ કરી હતી. આ દંપતી અલીગઢ જિલ્લામાં આવેલ નૌરંગાબાદની જ્વાલાપુરી શેરીમા રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle