આણંદમાં ધોધમાર પૂરના પ્રવાહમાં ફસાયા વૃદ્ધ અને મહિલા- સાહસિક PSIએ કર્યું દિલધડક રેસ્ક્યૂ- જુઓ વિડીયો

Rescue of the woman in Anand: સરદાર સરોવર નર્મદા ડેમ પછી કડાણા ડેમ માંથી 10.50 લાખ કયુસેક પાણી મહીનદીમાં છોડવામાં આવતા મહીનદી બે કાંઠે વહેતી થઇ અને મહી નદી ગાંડીતૂર બનતા મહી કાંઠાના અનેક ગામોમાં મહીના પાણી ફરી વળતા ગંભીરા ગામે બે લોકો ફસાઈ જતા એક સાહસિક પોલીસ સબ ઇંસ્પેક્ટરે જીવના જોખમે(Rescue of the woman in Anand) પૂરમાં ફસાયેલ બે લોકોનું સ્થાનિકોની મદદ થી દિલધડક રેસ્ક્યુ કર્યું હતું.

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાનું ગંભીરા ગામે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ વધવાથી પ્રભાવિત થતા જળબંબાકાર બની ગયું હતું. અને જેમાં બે વ્યક્તિ ફસાઈ જતા ઘટના સ્થળે ફરજ પર હાજર આંકલાવ પોલીસ મથકના PSI એમ.આર.વાળાએ SDRFની રાહ જોયા વગર પોતાના જીવના જોખમે બને વ્યક્તિનું રેસ્ક્યુ કરવા પ્રચંડ પ્રવાહમાં કૂદી પડ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

અને દિલધડક રેસ્ક્યુ કરી મહીસાગર મંદિરમાં ફસાયેલ એક વૃદ્ધ અને મહિલાને સુરક્ષિત બહાર કાઢી તેમના જીવ પણ બચાવી લીધા હતા. પોલીસ અધિકારીની આ કામગીરી જોઈ હાજર તમામ લોકોએ તેમને તાળીઓના ગણગણાટથી વધાવી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *